SURAT

સચિન GIDC ગેટ નં. 2 નજીકના રોડ ધોવાયા, 1 કિ.મી.નું અંતર કાપતાં 2 કલાક લાગે છે

સુરત: સચિન – હજીરા હાઇવેનાં માર્જીંનનાં રસ્તા અને સર્વિસ રોડ માત્ર 10 વર્ષમાં સામાન્ય વરસાદમાં ધોવાઇ ગયો છે. સચિનથી હજીરા તરફ જતાં સચિન જીઆઈડીસી ગેટ નં.2ની આગળ નાયરા પેટ્રોલપંપ સાઈડ ઉપર વરસાદના કારણે નેશનલ હાઈવેની સ્થિતી અત્યંત લથડી થઈ ગઈ છે, વરસાદના કારણે

  • સચિન – હજીરા હાઇવે બેહાલ, GIDC નાં ઉદ્યોગકારો ને આવવા – જવા રોજ કલાકોનો વેડફાટ

હાઈવે માર્જિનની જગ્યામાં ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયાં હોવાથી તેમાં પાણીનો ભરાવો થઈ જતાં નાના વાહનો લપસી રહ્યાં છે. હાઈવે ઉપર થતાં આડેધડ પાર્કિગનાં કારણે યુ-ટર્ન લેનારા ભારે વાહનોના કારણે ચક્કાજામની સ્થિતી ઊભી થાય છે. છેલ્લાં ઘણાં દિવસોથી આવી સ્થિતી રહેતાં સચિન નોટીફાઈડ બોર્ડના ચેરમેન મયુર ગોળવાલાએ હાઈવે ઓથોરિટીનાં અધિકારીઓને તાત્કાલિક રસ્તાઓ બનાવવા રજૂઆત કરી હતી.

સચિન જીઆઈડીસીમાં 2250 પ્લોટ હોલ્ડર ઉદ્યોગકારો આ રસ્તાનો જ ઉપયોગ કરે છે, આ સિવાય આ નેશનલ હાઈવે ઉપરથી હજારોની સંખ્યામાં બીજા નાના-મોટા તેમજ હેવી વેહિકલ્સ પણ પસાર થાય છે. આ નેશનલ હાઈવે ઉપર વાહનોને યુ-ટર્ન લેવા માટે છેક નાયરા પેટ્રોલપંપ સુધી જવું પડે છે જેને કારણે હેવી વાહનોને યુ-ટર્ન લેતી વેળાએ હાઈવે ઉપર પાર્કિગ કરાયેલાં બીજા મોટાં વાહનો નડતરરૂપ બનતાં હોવાથી બન્ને તરફના રસ્તામાં ચક્કાજામની સ્થિતી સર્જાય છે.

બીજી મહત્વની વાત એવી છે કે હાઈવેની પહોળાઈને બાદ કરતાં સચિનથી હજીરા તરફ જતાં ડાબી બાજુએ માર્જિનની જગ્યા છે તેમાં પણ મોટાં મોટાં ખાડાઓ પડ્યાં છે, તથા તેમાં પાણીનો ભરાવો થતાં રોડની સાઈડ તેમજ રોડ ઉપર ચીકણી માટીનો સ્તર જામી જાય છે. નાના તેમજ મધ્યમ વાહનોને નીકળવા માટે આ વિકલ્પ પણ બંધ થઈ જતાં ટ્રાફિક સર્જાય છે, નેશનલ હાઈવેના સાઈડ સોલ્ડર પણ તુટેલાં હોવાથી ટુ-વ્હીલરને જોખમ રહે છે જ્યારે ફોર વ્હીલરના ટાયર ફાટી જવાની ઘટનાઓ બની રહી છે.

સચિન જીઆઈડીસીના અગ્રણી ઉદ્યોગકાર મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે, જ્યારથી નેશનલ હાઈવેમાં વરસાદના કારણે ક્ષતિ થઈ છે તે રીપેરીંગ કરી દેવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ આપ મેળે જ આવી જશે. નાયરા પંપ પાસેથી મોટા વાહનો યુ-ટર્ન લે છે અને અકસ્માત કે પછી કોઈ જાનહાનિની ઘટના ન બને એ માટે પ્રશાસન દ્વારા હંગામી ધોરણે ટ્રાફિકનું નિયમન કરનારા જવાબદાર વ્યક્તિને કામગીરી સોંપવી જોઈએ. જરૂરી છે.

એનએચએઆઈનાં મેનેજર અભિષેકસિંહ રાજપૂતે કહ્યું હતું કે ખાડા પૂર્વની કામગીરી વરસાદને લીધે અટકી હતી. હાલ ઉઘાડ નિકળ્યો છે તો કામ સત્વરે હાથ ઉપર લઈ લેવામાં આવશે. આ બાબતે મેં મારા ઉપર અધિકારી તેમજ હાઈવેનું સંચાલન કરતાં અધિકારી તેમજ તેમની ટીમનું ધ્યાન દોર્યું છે.

Most Popular

To Top