SURAT

સચિનમાં ઝેરી કેમિકલ ઠાલવવા આપેલા વાપીની ફાર્મા કંપનીના મેનેજરની ધરપકડ

સુરત: (Surat) સચિન (Sachin) ખાતે આવેલા કછોલી ગામમાં ખાડી કિનારે ઇંટના ભઠ્ઠામાં ઔદ્યોગિક જોખમી કચરાનો ઉપયોગ કરનાર ભઠ્ઠાના માલિક સામે સચિન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જીપીસીબીએ તપાસ કરતા ઇંટના ભઠ્ઠામાંથી ઔદ્યોગિક જોખમી કચરાના 96 ડ્રમ મળી આવ્યા હતા. જે તે સમયે પોલીસે ઇંટના ભઠ્ઠાના માલિકની ધરપકડ કરી હતી. બાદમાં તેને ઔદ્યોગિક જોખમી કચરાના (Garbage) ડ્રમ આપતા વાપીના સપ્લાયરની અને કચરો ઠાલવનારની પણ ધપકડ કરવામાં આવી હતી. ગઈકાલે પોલીસની તપાસનો રેલો છેક વાપી સુધી પહોંચતા વાપીમાં ફાર્મા કંપનીના માલીકની પણ ધરપકડ કરવામાં આવી છે.

સચિન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે બાતમીના આધારે જીપીસીબી સાથે મલી ગત જાન્યુઆરી મહિનામાં કછોલી ગામની સીમમાં ખાડી કિનારે ઇંટના ભઠ્ઠામાં તપાસ કરી હતી. દરમિયાન સ્થળ ઉપર જે.બી.સી. બ્રિક્સમાં જઈ તપાસ કરતા ઔદ્યોગિક જોખમી કચરાના 96 ડ્રમ ખુલ્લામાં મળી આવ્યા હતા. જીપીસીબીના તપાસમાં આ જોખમી કચરાનો ઉપયોગ ઇંટના ભઠ્ઠામાં બળતણ તરીકે થતો હતો.

હકીકતમાં આ જોખમી કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી થવો જોઈએ. પરંતુ આ જોખમી ઔદ્યોગિક કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવતો હતો. ઇંચના ભઠ્ઠાનો માલિક વલ્લભભાઈ ગણેશભાઈ પ્રજાપતિ ગત 23 ડિસેમ્બરથી પર્યાવરણને ગંભીર રીતે પ્રદુષણ કરી માનવ, પશુ-પક્ષીના જીવનની સલામતી અને જાહેર આરોગ્યને ગંભીર પ્રકારે નુકશાન પહોંચાડતો હતો. જેથી સચિન પોલીસે જીપીસીબીના અભિપ્રાય બાદ ઇંટ ભઠ્ઠાના માલિક તથા વાપીથી ઔદ્યોગિક જોખમી કચરાના ડ્રમ આપનાર આલમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે તે સમયે પોલીસે ઇંટના ભઠ્ઠાના માલિક વલ્લભભાઇ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ત્યારબાદ જોખમી કચરો આપનાર વાપીના આલમ અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ કચરો વાપીની ફાર્મા કંપનીના માલીક આપતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગઈકાલે વાપીમાં ફાર્મા કંપનીના જીએમ વલસાડ ખાતે રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતા શંકરલાલ જગદીશપ્રસાદ બજાજ (ઉ.વ.-૪૩) ની ધરપકડ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top