Entertainment

સબસે બડી સૌગાત હે જીવન

હં… હં… હં… હં… હં… હં… હં… હં
એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે
સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે…
એક અંધેરા લાખ કિતારે, એક નિરાશા લાખ સહારે
સબસે બડી સૌગાત હૈ જીવન, વાદા હૈ જો જીવન સે હારે
એક અંધેરા લાખ સિતારે… એ… એ
દુનિયા કી યે બગીયા ઐસી, જીતને કાંટે ફૂલ ભી ઉતરે (૨)
દામન મેં ખુદ આ જાયેંગે, જીનકી તરફ તુ હાથ પસારે
એક અંધેરા લાખ સિતારે…. એ
બીતે હુએ કલકી ખાતિર, તુ, આનેવાલા કલ મત ખોના (૨)
જાને કૌન કહાં સે આકર, રાહેં તેરી ફીર સે સંવારે…. એ
એક અંધેરા લાખ સિતારે… એ
દુ:ખ સે અગર પહચાન ન હો તો, કૈસા સુખ ઔર કૈસી ખુશીયાં
તુફાનોં સે લડકર હી તો, લગતે હૈ સાહિલ કિતને પ્યારે… એ
એક અંધેરા લાખ સિતારે એ, એક નિરાશા લાખ સહારે
સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે… એ
એક અંધેરા લાખ સિતારે… એ… એ

ગીતકાર: ઇન્દીવર, સ્વર: મોહમ્મદ અઝીઝ, સંગીત: રાજેશ રોશન, ફિલ્મ: આખિર કયોં, દિગ્દર્શક: જે. ઓમપ્રકાશ, વર્ષ: ૧૯૮૫, કળાકારો: રાજેશ ખન્ના, સ્મિતા પાટિલ, રાકેશ રોશન, ટીના મુનીમ, સુજીત કુમાર, અચલા નાગર, શુભા ખોટે, અસરાની, પ્રવીણકુમાર, કેદારનાથ સાઇગલ

સૈયદ મોહમ્મદ અઝીઝ – ઉન – નબી કે જેને સહુ મોહમ્મદ અઝીઝ (૨ જુલાઇ ૧૯૫૪ – ૨૭ નવેમ્બર ૨૦૧૮) ઓળખે છે તે મોહમ્મદ રફીની જગ્યા ભરવા આવેલા એક પાર્શ્વગાયક હતા. તે વખતે અનવર પણ રફીસાહેબની જગ્યા ભરવા માંગતા હતા અને સોનુ નિગમ પણ. મો.અઝીઝે ‘મેં મર્દ ટાંગેવાલા’ (મર્દ) માં અમિતાભ માટે ગાયું. તેમનું બીજું ખૂબ લોકપ્રિય ગીત ‘મય સે મીના સે ના શાકીસે…’ પણ આ ગીતમાં તેમણે સહાનુભૂતિ, જીવનદર્શન અને પીડાને એ રીતે ઘૂંટી છે કે તમે ઇન્દીવરના શબ્દો સાથે મો. અઝીઝની ગાયકીને પણ યાદ રાખશો. રફીથી અલગ તમને મો. અઝીઝ સંભળાશે.

ઇન્દીવર આપણા ઉત્તમ ગીતકારોમાં એક હતા. તેમનાં ઘણાં ગીતો આપણા હાર્યા – થાકયા જીવનમાં સહાનુભૂતિપૂર્વક આત્મબળ આપનારાં છે. ગીત શરૂ થાય અને પૂરું થાય તે વચ્ચેના સમયમાં આપણી અંદર હામ ભરાતી જાય અને જીવન જીવવા ફરી તત્પર થઇ ઊઠીએ. ઇન્દીવર લખે છે, ‘એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે / સબસે બડી સૌગાત હે જીવન, નાદાં હે જો જીવનસે હારે….’ માણસ નિરાશામાં હોય ત્યારે બધે માત્ર અંધારું જ વ્યાપેલું હોય, પણ જયારે ગાઢ અંધકાર હોય ત્યારે જ આકાશમાં લાખો તારા હોય છે. અંધારાને ન જુઓ, મસ્તક ઊંચુ કરો. આકાશ ભરીને તારા છે અને એ જ તારા આપે છે. જે ઉત્તમ વિકલ્પ હોય તે પસંદ કરો.

કારણકે જીવન જ સૌથી મોટી સૌગાત છે, ભેટ છે. જે નાદાન હોય તે જ જીવનથી હારે. જીવનનું મહત્ત્વ સમજો અને જીવવું જ મોટી વાત છે. તેમાં જ વિકલ્પો સમાયેલા છે. મૃત્યુથી બધું પૂરું થઇ જાય છે. જીવનથી વળી શું હારવું? એક અંધેરા લાખ સિતારે જાહેર દિવાલો પર લખી શકાય એવી આ પંકિતઓ છે. ચંદનલેપ સમી પંકિતઓ ઊતરતી જાય છે, ‘દુનિયા કી યે બગીયાં ઐસી, જીતને કાંટે ફૂલ ભી ઉતને / દામન મેં ખુદ આ જાયેંગે, જીનકી તરફ તું હાથ પસારે….’ આ દુનિયાનો બગીચો એવો છે કે જેટલા કાંટા છે એટલાં જ ફૂલ પણ છે. પસંદગી તમારે કરવાની છે. તું એ બેમાંથી કોના તરફ હાથ પસારે છે તે તમારા ખોબામાં આપોઆપ આવી જશે. બસ, નકકી તમારે કરવાનું છે કે કોની તરફ હાથ પસારવો છે. કાંટા માંગશો તો કાંટા ને ફૂલ તરફ હાથ લંબાવશો તો ફૂલ તમારા ખોબામાં આવી જશે. ઇન્દીવરની દરેક પંકિતમાં જીવનના સારા વિકલ્પોની વાત છે ને દર વખતે ફરી ફરી કહે છે, ‘એક અંધેરા લાખ સિતારે….’

દરેક અંતરામાં તેઓ જીવનને જ આગળ કરે છે, ‘બીતે હુએ કલકી ખાતિર, તું આનેવાલે કલ મત ખોના / જાને કૌન કહાં સે આકર, રાહેં તેરી ફીર સે સંવારે…’ વિતેલી કાલ તો વિતી ગઇ, તેના માટે આવતીકાલ શા માટે ખોવી? ગઇ કાલે જે બની ગયું તે બની ગયું, હવે તેમાં મનને શું કામ રોકેલું રાખવું? તેના માટે આવનારી કાલ શું કામ ગુમાવવી? એવી શ્રદ્ધા રાખ કે ખબર નહીં કોણ કયાંથી આવી તારા રસ્તાને બનાવે, રસ્તાને સજાવે. એક વાત સમજી લો કે, ‘એક અંધેરા, લાખ સિતારે…’
ઇન્દીવર હવે એક ઊંડુ જીવનદર્શન રજૂ કરે છે, ‘દુ:ખસે અગર પહચાન ન હો તો, કૈસા સુખ ઔર કૈસી ખુશીયાં / તુફાનોં સે લડકર હી તો, લગતે હૈ સાહિલ કિતને પ્યારે…’ સુખ અને આનંદ એ વિના શકય નથી જયાં સુધી દુ:ખની ઓળખ ન હોય.

દુ:ખની સમજ ન હશે, દુ:ખને ઓળખશો નહીં તો કેવું સુખ અને કેવો આનંદ! આ બહુ માર્મિક વાત છે. જયારે દુ:ખ આવે તો સમજો કે તે કેમ આવ્યું? એ દુ:ખને ઓળખો. એ ઓળખશો તો જ સુખ શું છે, આનંદ શું છે તે સમજાશે. મોજાંઓ જયારે તોફાન સાથે લડતાં રહી આગળ વધે ત્યારે જ કિનારા બહુ સારા લાગે. પોતાને જ પાર કરી પોતાને પામવાનું છે. બાકી કિનારા સુધીની યાત્રા તો ઘણી લાંબી છે પણ એ તોફાનોને ય પાર કરતા રહો તો કિનારે પહોંચવું સુખદ લાગે. ઇન્દીવરની વાણી શાતા આપનારી છે.

રાજેશ રોશન એટલી સરસ ધૂન બનાવી છે કે ગીતના દરેક શબ્દ તેના અર્થ સાથે વધુ મધુર બની પ્રગટ થાય છે. મોહમ્મદ અઝીઝ ધૂનને અને ઇન્દીવરના ગીતને બરાબર પામ્યા છે. એમ કહેવું જોઇએ કે તેમની ગાયકીનું નેતૃત્વ ગીતનું સ્વરાંકન અને ઇન્દીવર કરે છે. સમજજો કે ‘એક અંધેરા લાખ સિતારે…. એક નિરાશા લાખ સહારે, સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હે જીવન લે હરો….’

Most Popular

To Top