સાબરકાંઠા: સાબરકાંઠા, (Sabarkantha) સુરત (Surat) તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જેને લઈ લોકો ભય સાથે ચિંતામાં મુકાઈ વિચારમગ્ન થયા છે. સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારમાં આકાશમાં તારા જેવી ટ્રેન આકાશમાં દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં (Rural Areas) આકાશમાં લાલ કલરની લાઈન દેખાઈ છે. જ્યારે પંચમહાલ, ગાંધીનગરમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે.
- સાબરકાંઠા, સુરત તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું
- પંચમહાલ, ગાંધીનગરમાં પણ આકાશી કુતૂહલ ચર્ચાનો વિષય બન્યો
- આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા
સાબરકાંઠામાં આકાશી કુતૂહલ
સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારના આકાશમાં તારા જેવી ટ્રેન દેખાઇ છે. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાઇ છે. આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા હતાં.