Sports

T20 વર્લ્ડ કપ પહેલા ભારતને આંચકો, દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટથી હાર્યું

નવી દિલ્હી : મહિલા (Woman) T-20 વર્લ્ડકપ (T-20 World Cup) શરૂ થતા પહેલા ભારતની ટીમને જોરદાર આંચકો લાગ્યો છે. આગામી એક અઠવાડિયા પછી T-20 W વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે ત્યારે ટીમ ઇન્ડિયાને (Team India) હાર નો સ્વાદ ચાખવો પડી રહ્યો છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં રમી રહેલી મહિલાઓની ટીમ એક રીતે ખુબ જ સારો દેખવ કરી રહી હતી પણ ગુરુવારે તેઓ સાઉથ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રામેંયેલ મેચમાં હારી ગઈ હતી. ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકામાં વૈશ્વિક ટૂર્નામેન્ટ પહેલા પૂર્વ લંડનમાં રમાયેલી ટ્રાય શ્રેણીમાં સંપૂર્ણ તાકાત લગાવી હતી, પરંતુ ટાઇટલની ટક્કર ચૂકી ગઈ હતી. હરમનપ્રીત કૌર એન્ડ કં.એ ​​વર્લ્ડ કપ પહેલાની આ ફાઈનલ મેચમાં વેગ પકડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું હતું, પરંતુ તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

  • T20 વર્લ્ડ કપ પહેલા ભારતને આંચકો, દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટથી હાર્યું
  • મહેમાન ટીમના ખેલાડી અંતિમ મુકાબલામાં ભારત ઉપર ભારે પડી ગયા હતા
  • હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં રમી મહિલાઓની ટીમ ખુબ જ સારો દેખવ કરી રહી હતી

મહેમાન ટીમ અંતિમ મુકાબલામાં ભારત ઉપર ભારે પડી હતી
ઓસ્ટ્રેલિયા વિરૃદ્ધ ભારતની મહિલા ટીમેં આજ સિરીઝમાં ઓસટટ્રેલિયા વિરુદ્ધ T-20 સિરીઝમાં 1-4થી હારનો સામનો કરવો કરવો પડ્યો છે.હવે આ નીરાશા જનક પરિણામને બાદ ભારતીય મહિલા ટીમે ટ્રાય 3સિરીઝમાં જોરદાર પુરાગમન કર્યું હતું. અને મહિલા ટીમે ટ્ર્રાય સિરીઝમાં જોરદાર રીતે શરૂઆત કરી હતી અને મહેમાન બનેલી સાઉથ આફ્રિકાની ટીમને હાર આપી હતી અને ત્યારબાદ આ બેને ટિમો વચ્ચે શરુ થવાની લીગ સ્ટેજની બીજી મેચ વરસાદના વિઘ્નને કારણે સ્થગિત કરવામાં આવી હતી.લીગ મેચમાં ભારેતે વેસ્ટઇન્ડિઝની ટીમને પણ બે વાર શિકસ્ત આપીને ફાયનલમાં તેનું સ્થાન બન્વ્યું હતું. જોકે ફાયનલ મુકાબલામાં મહેમાન ટીમ ખિતાબી મુકાબલામાં ભારત ઉપર ભારે પડી હતી.

વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમ કેટલી તૈયાર છે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ મેચ ઈસ્ટ લંડનમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે યજમાન ટીમ સામે 110 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના ખાતું પણ ખોલાવી શકી ન હતી. કેપ્ટન હરમનપ્રીતની ઈનિંગ પણ 21 રન પર થંભી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ 18 ઓવરમાં 12 બોલમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકામાં 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય મહિલા ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top