National

રશિયન વેક્સિન સ્પૂતનિક વી પણ આજથી ભારતમાં કોરોના સામે લડત આપશે

કોરોના ( corona) ના બીજી વખતના આક્રમણ સામે લડવા માટે ભારત દેશ સંપૂર્ણરીતે સજ્જ નથી તે વધતા જતા મોતના આંકડાઓ, હોસ્પિટલમાં બેડ ( bed) , વેન્ટિલેટર અને ઓક્સિજન ( oxygen) ના અભાવથી સમજી શકાય છે. કોરોનાથી બચવા માટે માસ્ક, એક બીજાથી અંતર અને સેનિટાઇઝ આ ત્રણ ઉપાયો જેટલા જોઇએ તેટલા કારગર નથી નિવડ્યા જો કે, જાન્યુઆરીના મધ્યમાં જ ભારતમાં કોરોનાની સામે લડવા માટે વેક્સિનેશન ( vaccination) નું મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોવિશિલ્ડ ( covishield) અને કોવેક્સિન ( covakshin) ની રસી તબક્કાવાર ભારતીય નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, હવે 1 મે એટલે કે આજે રશિયન બનાવટની વેક્સિન સ્પુતનિક વી ( sputnik v) નો પહેલો જથ્થો ભારત આવશે. જો કે, કેટલા ડોઝ આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

પરંતુ તબક્કાવાર 5 કરોડ ડોઝ ભારત આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને તેની આયાત શરૂઆતમાં ડો. રેડ્ડી લેબોરેટરિઝ દ્વારા કરરવામાં આવશે. પરંતુ પાછળથી દેશમાં જ તેનું નિર્માણ કરવાની પણ યોજના છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની સરખામણીમાં સ્પૂતનિક વી વધુ કારગર છે તેવો દાવો રશિયાની ગામેલ્યા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે કર્યો છે. તેના કહેવા પ્રમાણે માનવના શરીર પર કોવિશિલ્ડ 80 જ્યારે કોવેક્સિન 81 ટકા પ્રભાવશાળી છે તેની સામે સ્પૂતનિક વી 91.6 ટકા પ્રભાવશાળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2020માં જ્યારે કોરોનાને મહામારી જાહેર કરી ત્યારે જ મોસ્કોએ વેક્સિન બનાવવા પર કામ શરૂ કરી દીધું હતું. દુનિયાના અન્ય દેશો માસ્ક પહેરવું કે નહીં પહેરવું તેના પર ડીબેટ કરતાં હતાં ત્યારે મોસ્કોની ગામેલ્યા ઇન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના વૈજ્ઞાનિકો રસી બનાવવામાં વ્યસ્ત હતા. સ્પૂતનિકની વાત કરીએ તો રશિયા એટલે કે તે સમયના યુએસએસઆરે બનાવેલા દુનિયાના પહેલા સેટેલાઇટ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. આ રસી એડિનોવાયરસ પર આધારીત છે.

દુનિયાના 59 દેશોએ આ રસીને મંજૂરી આપી છે અને કેટલાંક દેશોમાં તેનું વેક્સિનેશન ચાલી પણ રહ્યું છે. આ વેક્સિનની કિંમતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 10 યુએસ ડોલર પ્રતિ ડોઝ હોઇ શકે છે એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આ રસીનો એક ડોઝ આશરે 750 રૂપિયાનો પડશે. જે ભારતીય બનાવટની વેક્સિન કરતાં બમણી છે. આ વેક્સિન શરદી ઉત્પન્ન કરતા એન્ડોવાયરસ પર આધારીત છે. આર્ટિફિશ્યલ રીતે તૈયાર કરવામાં આવેલી આ રસી શરીરમાં સૌથી પહેલા હુમલો કરતાં કોરોનાના કાંટેદાર પ્રોટીનની નકલ કરે છે. આ રસી શરીરમાં જતાની સાથે જ શરીરની રોગપ્રતિકાર શક્તિને સક્રિય કરી દે છે. જેના કારણે શરીરમાં એન્ટિબોડી ડેવલપ થવા લાગે છે. આ રસીની સૌથી મહત્વની બાબત એ છે કે તેને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા વાયરસ અસલી નથી હોતા જેના કારણે અન્ય કોઇ સંક્રમણ થવાનો ખતરો ઉભો થતો નથી. આ રસીની વાત કરીએ તો તેની ટ્રાયલ દરમિયાન સૌથી પહેલું રસીકરણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની પુત્રીનું કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ અમે કોરોનાની રસી બનાવી દીધી છે તેવી જાહેરાત રશિયન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત દેશ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના અગ્રિમક્રમમાં આવે છે અને ગીચતા પણ તેટલી જ હોવાથી અહીં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઇ છે. તેને અટકાવવા માટે વેક્સિનેશનનું મહાઅભિયાન જ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે કોવેક્સિન અને કોવિશિલ્ડ પછી હવે આ ત્રીજી વેક્સિન ભારતમાં એન્ટ્રી કરી રહી છે.

અમેરિકા અને યુરોપમાં જેનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે તે મોર્ડના અને ફાયઝર હજી ભારતમાં આવી નથી. જો કે, ભારત દેશના લોકો રૂઢીચૂસ્ત હોવાથી રસીકરણ બાબતે અનેક મતમતાંતર છે અને રસી લેવામાં અનેક લોકો ગભરાટ પણ અનુભવી રહ્યાં છે પરંતુ કોરોના માટે રસીકરણ એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે તે લોકોએ સમજી લેવું જોઇએ અને રસીકરણ માટે આગળ આવવું જોઇએ. જો કે, એક બાબત એ પણ છે કે ભારતમાં વેક્સિનના સ્ટોક અને વેક્સિનેશનની વ્યવસ્થા માટેનું આયોજન જે રીતે થવું જોઇએ તે રીતે કરવામાં આવ્યું નથી જેના કારણે અનેક રાજ્યોએ 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોના રસીકરણનો કાર્યક્રમ પાછળ ઠેલવવો પડ્યો છે

Most Popular

To Top