Sports

રશિયન રેસવોકર લાશમાનોવા ડોપિંગના કારણે પ્રતિબંધિત, ઓલિમ્પિક ગોલ્ડ ખેંચાયો

રશિયન રેસવોકર યેલેના લાશમાનોવા પર ડોપિંગના આરોપ હેઠળ બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવાયો છે અને લંડન ઓલિમ્પિક ગેમ્સમાં તેણે જીતેલો ગોલ્ડ મેડલ પણ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. એથ્લેટિક્સ ઇન્ટિગ્રીટી યૂનિટે સોમવારે આ માહિતી આપી હતી. યેલેનાએ 2012માં લંડન ઓલિમ્પિક ગેમ્સમાં 20 કિલોમીટરની વોકિંગ રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પછી યોજાયેલી મોસ્કો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તે ટોચના સ્થાને રહી હતી. તેના પર મુકાયેલો આ પ્રતિબંધ 9 માર્ચ 2021ના દિવસે પાછલી તારીખથી લાગુ થયો હતો અને 18 ફેબ્રુઆરી 2012થી 3 જાન્યુઆરી 2014 દરમિયાનના તમામ પરિણામ રદ કરી દેવાયા હતા.

Most Popular

To Top