રશિયા સામે લડવા અમેરિકાના 8500 સૈનિક તૈયાર, બ્રિટનના વડાપ્રધાને રશિયાને ચેતવણી આપી

વોંશિગ્ટન: (Washington) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine ) વચ્ચે યુદ્ધનો (War) ખતરો સતત વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગોને (Pentagon ) પૂર્વ યુરોપમાં (East Europe) તૈનાત માટે 8,500 યુએસ સૈનિકોને (US Army) ‘હાઈ એલર્ટ’ (High Alert) પર મૂક્યા છે. પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે સૈનિકોમાં લડાયક ટીમના સભ્યો, આરોગ્ય કર્મચારીઓ, ગુપ્તચર અને સર્વેલન્સ ટીમનો સમાવેશ થાય છે.

જોન કિર્બીએ કહ્યું, ‘અત્યાર સુધી આ સૈનિકોની તૈનાતી માટે કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી, ન તો તેમને કોઈ મિશન સોંપવામાં આવ્યું. જોકે, પૂર્વ યુરોપમાં નાટોને (Nato) મજબૂત કરવા માટે યુએસ સૈનિકો તૈનાત કરવામાં આવી શકે છે. યુરોપમાં વધારાના અમેરિકી દળોની તૈનાતી નાટોના નિર્ણય પર આધારિત હશે.

જોન્સને પુતિનને પણ ચેતવણી આપી હતી
બ્રિટનના (Britten ) વડાપ્રધાન (PM) બોરિસ જોન્સને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેન પર હુમલાની સ્થિતિમાં ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. જ્હોન્સનનું આ નિવેદન રશિયન સૈન્ય દ્વારા ફેબ્રુઆરીમાં આયર્લેન્ડના દરિયાકાંઠે 150 માઈલ દૂર દરિયાઈ સૈન્ય અભ્યાસ હાથ ધરવાની જાહેરાત કર્યા બાદ આવ્યું છે. રશિયાએ એટલાન્ટિક, પેસિફિક, ભૂમધ્ય અને ઉત્તર સમુદ્રમાં તેના 140 યુદ્ધ જહાજો સાથે દાવપેચની જાહેરાત કરી છે.

યુએનએ કહ્યું- રાજકીય વાતચીતથી સંકટ ટાળો
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને ઘટાડવા માટે રાજકીય સંવાદ શરૂ કરવા વિનંતી કરી છે. યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું, “સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધને બદલે વાતચીત દ્વારા બંને દેશો વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા માંગે છે.” અમે તમામ પક્ષોને અપીલ કરીએ છીએ કે યુદ્ધની સ્થિતિને સમાપ્ત કરવા અને સીમાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા.

બ્રિટને યુક્રેનને એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો આપી
ભવિત રશિયન હુમલાનો સામનો કરવા બ્રિટને યુક્રેનને મોટી સંખ્યામાં અત્યાધુનિક ટેન્ક વિરોધી મિસાઈલો અને એંગ્લો-સ્વીડિશ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો સોંપી છે. એવું માનવામાં આવે છે કે રશિયન પક્ષે યુક્રેનિયન સરહદ પર ટેન્ક સાથે પ્રથમ હુમલો કરવાની અપેક્ષા છે. નાટો સૈન્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રશિયાએ યુક્રેનની સરહદ પર તેની લગભગ 8,000 ટેન્ક તૈનાત કરી છે. રશિયાએ યુક્રેનની સરહદ પર 36 ઈસ્કેન્ડર મિસાઈલ લોન્ચર પણ તૈનાત કર્યા છે.

અમેરિકા સીધી કાર્યવાહી કરી શકે છે
રશિયા અને યુક્રેનમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં અમેરિકાએ પણ સીધી કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. શનિવારે, મેરીલેન્ડમાં પેન્ટાગોન અધિકારીઓએ બિડેનને રશિયા સાથે વ્યવહાર કરવા માટે ઘણા વિકલ્પો રજૂ કર્યા હતા. તેમાંથી એક છે અમેરિકાના સૈનિકો, ફાઈટર જેટ અને યુદ્ધ જહાજોને રશિયાની નજીકના દેશોમાં તેના પર લશ્કરી દબાણ લાવવા માટે તૈનાત કરવાનો. 5 હજાર અમેરિકન સૈનિકો ગમે ત્યારે આ દેશોમાં મોકલી શકાય છે.

Most Popular

To Top