નવી દિલ્હી: (New Delhi) યુક્રેનમાં (Ukraine) બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતે (India) પણ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે નવી એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં સૂચના આપવામાં આવી છે કે હાલમાં યુક્રેનમાં પરિસ્થિતિ ખરાબ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો. યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને તેમના ઘર, હોસ્ટેલ વગેરેમાં રહેવા માટે ભારતીય એમ્બેસી દ્વારા સૂચના અપાઈ છે. આ સાથે જ એવા નિર્દેશ અપાયા છે કે જેઓ યુક્રેનની રાજધાની કીવ અથવા પશ્ચિમ કીવ તરફ ગયા છે, તેઓ તેમના ઘરે પાછા ફરે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે યુક્રેનની એરસ્પેસ બંધ થવાને ધ્યાનમાં રાખીને વિશેષ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દૂતાવાસની વેબસાઇટ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને નીચેના નંબરો પર સંપર્ક કરો.
- +38 0997300483
- +38 0997300428
- +38 0933980327
- +38 0635917881
- +38 0935046170
જે કોઈ ના સગા સંબંધી યુક્રેનમાં ફસાયેલા હોય તેમની જાણકારી માટે એક વિશેષ હેલ્પલાઇન મિનિસ્ટ્રી ઓફ એક્સટરનલ અફેર્સ ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. જેનો નંબર આ મુજબ છે. 01123012113-01123014104-01123017905. તેમજ એમ્બેસી ઓફ ઇન્ડિયા કીવ યુક્રેનનો કોન્ટેક્ટ હાલ પૂરતો બંધ છે. મને મળેલા મેસેજ મુજબ મેઈલ અને ફેસબૂક , ટ્વિટર માં કોન્ટેક્ટ થઇ શકશે.
- Emergency Contact:Mr. Sanjay Rawat ( Ukraine)
- Mob: +380933559958
- Fax: (380 44) 468-6619
- Tel: (380 44) 468-6661, 468-6219
- Email – pol.kyiv@mea.gov.in
દિલ્હીમાં વિદેશ મંત્રાલયે 24 કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
દિલ્હીમાં વિદેશ મંત્રાલયનો કંટ્રોલ રૂમ હવે 24×7 કામ કરશે. અહીંથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ, નાગરિકોને મદદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં એર ઈન્ડિયાની બે ફ્લાઈટ યુક્રેનથી ભારતીય લોકો સાથે પરત આવી છે. ત્રીજી ફ્લાઇટ હવે જવાની હતી, પરંતુ રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કિવનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે તે ફ્લાઈટને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. તે ફ્લાઇટ હવે દિલ્હી પરત આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, અમે ચૂપ નહીં બેસી રહીએ
રશિયાના હુમલાની ઘોષણા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફરી એકવાર કહ્યું છે કે અમેરિકા અને અન્ય સહયોગી ચુપચાપ બેસી નહીં રહે અને પુતિનના હુમલાનો જવાબ આપવામાં આવશે. બીજી તરફ પુતિને કહ્યું કે આ સૈન્ય ઓપરેશન તેમના દેશની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.
યુક્રેન રશિયા સાથે રાજદ્વારી સંબંધો તોડી નાંખ્યા
રશિયન હુમલા બાદ યુક્રેન પણ હાર માનવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન ઝુકશે નહીં. આ દરમિયાન યુક્રેને મોટો નિર્ણય લીધો છે અને રશિયા સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી છે.
યુક્રેન પર હુમલા અંગે પુતિને શું કહ્યું, જાણો
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે વર્તમાન ઘટનાઓને યુક્રેન અને યુક્રેનિયન લોકોના હિતોનું ઉલ્લંઘન કરવાની ઇચ્છા સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ રશિયાને એવા લોકોથી બચાવવા માટે ચિંતિત છે જેમણે યુક્રેનને બંધક બનાવ્યું છે અને તેનો ઉપયોગ આપણા દેશ સામે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પુતિને વધુમાં જણાવ્યું હતું કે આજના યુક્રેનનો હિસ્સો એવા વિસ્તારોમાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું ન હતું કે તેઓ પોતાનું જીવન કેવી રીતે બનાવવા માગે છે, જ્યારે USSR ની રચના થઈ હતી અથવા WW2 પછી. આજના યુક્રેનમાં રહેતા લોકો, જે પણ આવું કરવા માંગે છે, તેઓ સ્વતંત્ર ચૂંટણીનો આ અધિકાર લઈ શકશે.
50 રશિયન સૈનિકો માર્યા ગયા, યુક્રેનનો દાવો
રશિયા યુક્રેનના જુદા જુદા ભાગોમાં સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેનનું કહેવું છે કે અમે પણ જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. રશિયા ત્રણ બાજુથી હુમલો કરી રહ્યું છે, જો કે અમે અત્યાર સુધીમાં 50 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે અને તેમના 6 એરક્રાફ્ટનો નાશ કર્યો છે.
યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિએ પુતિનને આજના હિટલર ગણાવ્યા
યુક્રેનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોએ વ્લાદિમીર પુતિનને આજના હિટલર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ કાળો દિવસ છે અને યુક્રેન ક્યારેય ઘૂંટણિયે નહીં પડે. આખરે, યુક્રેન જીતશે.
બેલારુસ રશિયાને સમર્થન આપે છે
યુક્રેન પર હુમલો કરવામાં બેલારુસ પણ રશિયાનું સમર્થન કરી રહ્યું છે. હવે નાટો પણ જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં સંકટ વધી શકે છે.
એન્જેલા મર્કેલે કહ્યું, યુરોપના ઈતિહાસનો કાળો દિવસ
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું છે કે યુરોપના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે એવી આશા છે કે યુક્રેન આ સંકટનો સામનો કરશે.