નોવોસેલિત્સ્યા: છેલ્લા 26 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યુ છે, જેની મોટાભાગની અસર યુક્રેન પર જોવા મળી રહી છે. દરમ્યાન ઉત્તરીય યુક્રેનિયન શહેર નોવોસેલિત્સ્યના (Novoselitsya) રહેવાસીઓએ નજીકની રાસાયણિક ફેક્ટરીમાં એમોનિયા લીક (Ammonia leaked) વધુ ગંભીર થયા અંગે ચિંતા વ્યક્ત કરી છે. એમોનિયા લીક થવાની ઘાતક અસર આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને થઇ શકે છે. તેથી તેમણે અન્ય સ્થળે આશ્રયની (Shelter) આપવાની માંગ કરી છે. જો કે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પહેલાથી જ રશિયન દળો સાથે તીવ્ર લડાઈ ચાલુ છે અને પછી આ લીકેજની ઘટના થતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. તેથી રહેવાસીઓનો એમોનિયાથી સંપર્ક ટાળવા માટે ભોંયરામાં અથવા ઇમારતોના નીચલા સ્તર પર આશરો લેવાનું કહેવામાં આવ્યું હતું.
સુમીના પ્રાદેશિક ગવર્નર દિમિટ્રો ઝાયવિત્સ્કીએ જણાવ્યું હતું કે કેમિકલ કંપની સુમીખિમપ્રોમમાંથી “એમોનિયા લિકેજ” થયું હતું. જે પ્લાન્ટના 2.5 કિલોમીટર અંદરના વિસ્તારને અસર કરે છે. તે ખાતરનું ઉત્પાદન કરે છે. આ ઘટનાનુ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ રહેવાસીઓ પર તેની અસર ન થાય તે માટે ભોંયરામાં અથવા ઇમારતોના નીચલા સ્તર પર આશ્રય લેવાનું કહેવામાં આવ્યું હતું. કારણ કે એમોનિયા હવા કરતાં હલકો હોય છે. તેથી રક્ષણ માટે આશ્રયસ્થાનો, ભોંયરાઓ અને નીચલા માળનો ઉપયોગ કરવો જોઈએ. ઝાયવિત્સ્કીએ એક ટેલિગ્રામ સંદેશમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી ક્રૂ ઘટનાસ્થળે હતા. સુમી કિવથી લગભગ 350 કિલોમીટર પૂર્વમાં આવેલુ છે કે જેણે ભારે લડાઈના અઠવાડિયાઓનો અનુભવ કર્યો છે.
તાજેતરના દિવસોમાં રશિયન સરકારે યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે યુક્રેન ઇમ્પ્રુવાઇઝ્ડ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે અને તે એક ગુપ્ત WMD પ્રોગ્રામ વિકસાવી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે “રાષ્ટ્રવાદીઓએ” સુમીખિમપ્રોમ ખાતે એમોનિયા અને ક્લોરિન સંગ્રહ સુવિધાઓનું ખાણકામ સુમી પ્રદેશના રહેવાસીઓને સામૂહિક રીતે ઝેર આપવા માટે કર્યુ છે, કારણ કે રશિયન સશસ્ત્ર સૈનિકોના એકમો આ શહેરમાં પ્રવેશ્યા હતા. બીજી તરફ રશિયાએ દેશના 11 વર્ષ જૂના ગૃહ યુદ્ધ દરમિયાન તેના પોતાના નાગરિકો વિરુદ્ધ અનેક હુમલાઓમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવા માટે સીરિયાને મદદ કરવાનો ઇનકાર કર્યો છે. મોસ્કોએ પણ રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલ્ની તેમજ ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપાલ અને તેમની પુત્રી યુલિયા સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે.