Gujarat Main

અમૂલે દૂઘના ભાવમાં કર્યો વધારો

અમદાવાદ: રશિયા (Russia) તેમજ યુક્રેનના યુઘ્ઘની અસર દરેક દેશની અર્થવ્યવસ્થા (Economy) ઉપર થઈ રહી છે. વિશ્વના (World) દરેક ક્ષેત્ર ઉપર તેની અસર થઈ રહી છે એવાં સમયે અમૂલે (Amul) પણ પોતાની દૂઘની કિંમતમાં (Price) વઘારો કર્યો છે. આ વઘારો કાલથી જ લાગુ પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ યુઘ્ઘના કારણે ચીજવસ્તુઓની આયાત-નિકાસ થઈ રહી નથી. જેના કારણે મોંઘવારીમાં પણ વઘારો થવાની શકયતાઓ રહેલી છે. જો કે આ શકયતાઓ સાચી થતી જોઈ શકાય છે. કોરોના સમયે પેટ્રોલ તેમજ ડિઝલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે વિશ્વ યુઘ્ઘના કારણે હવે દૂધના ભાવોમાં વધારો ઝીંકાયો છે.

ગુજરાતની પ્રતિષ્ઠીત અને ખ્યાતનામ સૌથી મોટી દુધ ઉત્પાદક કંપની અમુલ દ્વારા દુધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વઘારો કાલથી જ અમલમાં મૂકાશે. સમગ્ર દેશમાં GCMMF દ્વારા આ ભાવ વધારો અમલી કાલથી જ કરવામાં આવશે. દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમુલ દૂધની 500 ગ્રામથી થેલીમાં 1 રૂપિયાનો જ્યારે 1 લિટરની થેલીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી પ્રીન્ટ પણ દુધના પાઉચ પર કાલથી લાગેલી જોવા મળશે તેવું કંપની દ્વારા માહિતી આપવામાં આવી છે. જેથી પ્રિન્ટ પર હોય તેટલી જ કિંમત ચુકવવા માટે પણ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.

અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યા બાદ તમામ ડેરીઓ દ્વારા તબક્કાવાર ભાવ વધારો શરૂ કરી દેવાયો છે. સાબરડેરીએ લીટર દૂધમાં રૂ બે નો વધારો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રાહકોને એક લીટર દુધ માટે 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. અમૂલ શક્તિ,ગોલ્ડ અને બફેલો દૂધની ૫૦૦ ગ્રામની થેલીમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 માર્ચથી લીટર દૂધમાં 2 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે સાબરડેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા GCMMFના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.35થી રૂ.40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધુ છે.

Most Popular

To Top