World

UK: ઋષિ સુનકે PM પદ માટે દાવો રજૂ કરવાની જાહેરાત કરી

ઋષિ સુનકે (Rushi Sunak) બ્રિટનના (Britain) વડાપ્રધાન પદની રેસમાં સામેલ થવાની ઔપચારિક જાહેરાત કરી. પીએમ પદ માટે પોતાની ઉમેદવારી રજૂ કરવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેઓ અર્થવ્યવસ્થાને (Economy) પાટા પર લાવવા અને દેશ માટે કામ કરવા માંગે છે. 42 વર્ષીય સુનક સંસદના ઓછામાં ઓછા 128 સભ્યોના સમર્થન સાથે આગળ છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસને પણ પોતાના 100 વફાદાર સાંસદ હોવાનો દાવો કર્યો છે.

  • ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં સામેલ થવાની ઔપચારિક જાહેરાત કરી
  • સુનકે કહ્યું- હું મારા દેશ માટે કામ કરવા માંગુ છું
  • 42 વર્ષીય સુનક સંસદના ઓછામાં ઓછા 128 સભ્યોના સમર્થન સાથે આગળ છે
  • બોરિસ જ્હોન્સનના વફાદારોએ પણ દાવો કર્યો છે કે તેમની પાસે શોર્ટલિસ્ટ બનાવવા માટે જરૂરી 100 સાંસદો છે

ભારતીય મૂળના ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે રવિવારે ઔપચારિક રીતે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે ચૂંટણી લડવા માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. 42 વર્ષીય સુનક સ્પષ્ટપણે સૌથી આગળ છે, કારણ કે તે સંસદના ઓછામાં ઓછા 128 સભ્યોના સમર્થન સાથે આગળ છે. તેમના ભૂતપૂર્વ બોસ બોરિસ જ્હોન્સનના વફાદારોએ પણ દાવો કર્યો છે કે તેમની પાસે શોર્ટલિસ્ટ બનાવવા માટે જરૂરી 100 સાંસદો છે.

સુનકે ટ્વિટ કર્યું કે યુનાઇટેડ કિંગડમ એક મહાન દેશ છે. અમે હાલમાં ઊંડી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છીએ, તેથી હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે અને તમારા આગામી વડા પ્રધાન બનવા માટે ઊભો છું. મારે અર્થવ્યવસ્થાને ઠીક કરવી છે, મારી પાર્ટીને એક કરવી છે. હું મારા દેશ માટે કામ કરવા માંગુ છું.

તેમણે કહ્યું કે હવે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે તેનાથી પણ મોટા છે. જો આપણે યોગ્ય પસંદગીઓ કરીએ તો તકો અભૂતપૂર્વ છે. મારી પાસે ડિલિવરીનો ટ્રેક રેકોર્ડ છે, અમારી સામેની સૌથી મોટી સમસ્યાઓને ઉકેલવા માટેની સ્પષ્ટ યોજના છે અને હું 2019ના મેનિફેસ્ટોમાં જે વચનો આપે છે તે પૂરી કરીશ.

તેમણે ટ્વીટ કર્યું કે મારા નેતૃત્વમાં સરકારના દરેક સ્તરે ઈમાનદારી, વ્યાવસાયિકતા અને જવાબદારી હશે અને હું દિવસ-રાત કામ કરીશ. તેમણે કહ્યું કે હું તમારી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરવા માટે તમારી તક માંગી રહ્યો છું. વાસ્તવમાં, કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમના નેતૃત્વ સામેના વિરોધ બાદ વડા પ્રધાન ટ્રસએ ગુરુવારે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top