ગાંધીનગર: પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ બિલ્વ પૂજા નોંધાવવા માટે ઓનલાઈન પ્રવાહ એટલી હદે વધી ગયો કે સિસ્ટમના સર્વરો પણ જામ થઈ ગયા હતા. જેના પગલે મુંબઈની નિષ્ણાત IT ટીમો રાત-દિવસ કામે લાગી છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ બિલ્વ પૂજા નોંધાવવા માટે દેશ-વિદેશના શિવભક્તો તરફથી સારો પ્રતિસાદ મળતા ભારે ઘસારાને કારણે સિસ્ટમના સર્વરો હેગ (જામ) થઈ જતા ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધુ ભાવિકોએ આ પૂજા ઓનલાઈન નોંધાવીને છે. ભારે ધસારાને કારણે જે ભક્તો છેલ્લી 24 કલાકમાં પૂજા નથી નોંધાવી શક્યા, ટેકનિકલ કામગીરી પૂર્ણ થતા જ વ્યવસ્થા પૂર્વવત થશે. આપ જલ્દી જ ફરીથી આપની વિશેષ બિલ્વપૂજા નોંધાવી શકશો.