મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારના પાંચ વર્ષનું શાસનની ઉજવણીના ભાગરૂપે આજે રાજય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.આ પાંચ વર્ષની પૂર્ણતાના પ્રારંભે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ તા.01 ઓગસ્ટ, 2021ના રોજ ”જ્ઞાન શક્તિ દિવસ” ના ઉપક્રમે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના ગુણવતાસભર શિક્ષણ માટે સમગ્ર રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12000 સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ.95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050શાળાના ઓરડાઓ, રૂ.10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ.4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.
શોધ (SHODH) યોજના અંતર્ગત 1000 પીએચ.ડી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) હેઠળ રાજ્યની 16 કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમઓયુ (MoU)કરવામાં આવશે જેનો 18,670 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત રૂ.58 કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ 647શાળાના ઓરડાઓ, રૂ.2076 કરોડના ખર્ચે 144 પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે.
1 ઓગષ્ટના રોજ યોજાનારા કેટલાંક મહત્વના કાર્યક્રમ
- 12000 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવશે
- 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુર લેબનો પ્રારંભ
- ધોળકા અને નવસારી તા.પંચાયતના મકાનનું લોકાર્પણ
- રાજ્યમાં 647 શાળાઓના ઓરડાનું લોકાર્પણ કરાશે
- 144 પંચાયત ઘર નિર્માણ માટેના ખાત મુહુર્ત કરાશે
- ઇ નમો ટેબલેટનું વિતરણ કરવામાં આવશે