Vadodara

શહેરમાં મોટા માથાઓને ત્યાં ગેરકાયદેસર ગેસ કનેક્શનો ઝડપાયાની અફવાએ જોર પકડ્યું

વડોદરા: વડોદરા શહેરમાં આજે સવારે વિવિધ વિસ્તારોમાં વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. એન્યુઅલ મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે શહેરમાં કેટલાક મોટા માથાઓના ઘરેથી ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા હોવાની વાત વહેતી થઇ હતી જો કે બાદમાં વિભાગ દ્વારા આવા કોઈ ગેરકાયદેસર કનેક્શનો ઝડપાયા ન હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેર કાયદેસર કનેક્શનો ઝડપી પાડવા તેમજ એન્યુઅલ મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે. આજરોજ સવારે સમા સાવલી રોડ ઉપર કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના ઘરે ગેસ વિભાગની ટિમ પહોંચી હતી. અને વાત એવી વહેતી થઇ કે તેઓના ઘરે ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા છે. શહેરમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા તેઓના ઘર આગળ પણ જમાવડો જોવા મળ્યો હતો. જો કે બાદમાં વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે માત્ર રૂટિન કામગીરી છે અને મેઇન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે.

તો આજ રીતે કારેલીબાગ વિસ્તારમાં પણ એક નામચીન વ્યક્તિને ત્યાં પણ ગેરકાયદેસર જોડાણો મળ્યા છે તેવી વાત વહેતી થઇ હતી. પરંતુ વિભાગ દ્વારા આ વાતનો પણ છેદ ઉડાવવામાં આવ્યો હતો. શહેરમાં આજે એકેય ગેરકાયદેસર જોડાણ ઝડપાયું નથી આજે માત્ર એન્યુઅલ માઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી એમ વિભાગના સ્વપ્નિલ શુક્લએ જણાવ્યું હતું. જો કે આ વાત આજે ટોક ઓફ ધ ટાઉન રહી હતી.

શહેરમાં અનેક ગેરકાયદેસર જોડાણો પણ તપાસ ક્યારે?
શહેરમાં અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે ગેસના જોડાણો ચાલી રહ્યા હોવાની માહિતી છે. અનેક હોટલો અને કેટલાય ઘરોમાં પણ ગેરકાયદેસર જોડાણો હોવાની માહિતી છે. જો કે સમયાંતરે વિભાગ દ્વારા ચકાસણી હાથ એક બે કનેક્શનો ઝડપી કામગીરી બતાવવામાં આવે છે ત્યારે ગેરકાયદેસર જોડાણો કરી વિભાગને મોટું નુકસાન પહોંચાડનાર લોકોને જેર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top