Charchapatra

ગુજરાતમાં મોટા ગુનેગારો-માફિયાઓનું રાજ!

2014માં ભાજપે સત્તા સંભાળી તે પહેલાં જ થી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે, ભાજપ સત્તા સંભાળશે તો દેશમાંતી આતંકવાદીઓ, માફિયાઓ વગેરે ભાગવુ પડશે. અને થયુ કે આજ દિન સુધીમાં એમણે કરી બતાવ્યુ. દેશમાંથી આતંકવાદે લગભગ જાકારો લઈ લીધો છે. માફિયાઓ થોડા પ્રમાણમાં ડ્રગ્સને લઈ પોતાનો કક્કો કોઈ કોઈ વાર ખરો કરી જાય છે. પરંતુ શ્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખસ્યા પછી ગુજરાત ડ્રગ્સ અને માફિયાઓનો અડ્ડો બની ગયો છે. દરરોજ ડ્રગ્સમાં કારટનનાં કારટન ગુજરાતમાં ઠેર ઠેર ખાલી થાય છે અને ડ્રગ્સનાં રવાડે ચઢેલાં યુવાનો ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ આતંક મચાવે છે.

એનાં કારણમાં જણાવવામાં આવે છે કે ગુજરાતમાં પોલીસતંત્રની કમી અઅને છે તેની થોડી લાપરવાહી જવાબદાર છે. હજી ધંધૂકાનો રાજન ભરવાડ, રાધનપુરની ઘટના, શેરગઢ ગામમાં ઘરમાં ઘૂસી યુવતી ઉપર હુમલો, રાજકોટમાં વિનય ડોડિયાને સમાધાન માટે બોલાવી પચ્ચીસ જેટલાં આતંકવાદીઓ તેના પર તૂટી પડ્યાં. ગુજરાતમાં પોલીસતંત્રના અભાવે પ્રજાના આ આતંકવાદીઓ, માફિયાઓ કાયદો પોતાના હાથમાં લઈ ચાલે છે. ભારતમાં અંગ્રેજોના વખતથી પોલીસતંત્રમાં અભાવ ચાલતો આવે છે. એની નોંધ સરદારે આઝાદી મળ્યા પછી જવાહરલાલ નહેરૂને આપી હતી. પરંતુ તે ક્યાં અટવાઈ ગઈ તે આઝાદીનાં બોત્તેર વર્ષ પછી પણ અભાવ એનો એ જ રહ્યો છે. પહેલાં મોટા શહેરોમાં ડ્રગ અને માફિયાઓનુ રાજ ચાલતુ હતુ. પરંતુ હવે તે ભારતના નાના નાના ગામડાઓમાં છવાઈ ગયુ છે તે ઉપરની ઘટનાઓ જોતા જણાઈ આવે છે.

ભાજપ આવ્યા પછી દેશની લશ્કરી તાકાતમાં ઘણો બધો સુધારો થઈ આજે દેશ લશ્કરી તાકાતમાં બળવાન બન્યા છે. દેશનાં જવાનોએ બોર્ડર પરનાં કેટલાં બધાં આતંકવાદીઓને ઠાર માર્યા છે. બોર્ડર પરનાં રમખાણોમાં આપણા જવાનો પણ થોડાં ઘણાં શહીદી પામે છે. પરંતુ પ્રમાણ પાકિસ્તાનનાં આતંકવાદીઓ કરતાં ઘણું ઓછું છે. શ્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાન તેમજ ચીનનાં આતંકવાદીઓને નાથવા લશ્કરને ઘણી બધી છૂટ આપી દીધી છે તેનું એ પરિણામ લાગે છે. ગુજરાતે પોલીસતંત્રમાં ઘણો બધો વધારો કરવાની જરૂર છે. ફક્ત વિકાસની વાતો કર્યા કરવાથી કામ ચાલે એવુ નથી. ગુજરાતના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોકે આ બાબતમાં સમજ છે. અને વારે વારે ગુજરાતનાં વિકાસ સાથે આનો ઉલ્લેખ કરતાં રહે છે!
પોંડીચેરી – ડો.કે.ટી. સોની-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top