Surat Main

RTE : સુરતમાં 8 હજાર ફોર્મ સામે મોટાભાગના ફોર્મ રિજેક્ટ

surat : રાઇટ ટુ એજયુકેશનના ( right to education) એડમિશન શરૂ થતાંની સાથે જ રામયાણ શરુ થઇ ગઇ છે. આજે આઠ હજાર ફોર્મ ભરાયાં હોવાના ફિગર જાણવા મળ્યો છે તે પરંતુ વાલીઓની પરિસ્થિતિ દયનીય બની છે. વાલીઓ વિગતો અપલોડ ( upload) કરવામાં ભારે થાપ ગઇ ગયા છે. રાજય સરકાર દ્વારા નબળા અને વંચીતજૂથના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલા રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ ચાર દિવસમાં જ ૮ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે દાવેદારી નોંધાઇ છે. જો કે તેમાં મહત્તમ વાલીઓએ ફોટોકોપી, ઝેરોક્ષ કોપી અપલોડ કરી હોવાથી ડોકયુમેન્ટ વેરિફિકેશનની કામગીરીમાં મોટી સંખ્યામાં ફોર્મ રિજેકટ ( form reject) થઇ જાય તેમ હોય વાલીઓએ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી બન્યા છે.

કોરોનાની મહામારીને પગલે રાજયમાં મોડેથી શરૂ થયેલી રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયામાં મોટો ધસારો જોવા મળ્યો છે. સુરત શહેરમાં હાથ ધરવામાં આવેલી રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ ચાર દિવસમાં જ ૮ હજાર કરતા વધારે વાલીઓએ પોતાના બાળકને રાઇટ ટુ એજયુકેશન એક્ટ અંતર્ગત શાળામાં પ્રવેશ મળે તે માટે ફોર્મ ભર્યા છે, જેમા ખાસ કરીને પુણા, વરાછા, કતારગામ, અડાજણ, અને ઉધના સહિતના વિસ્તારોની ખાનગી શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે ભાર ક્રેઝ જોવા મળ્યો હોવાથી કેટલીક ખાનગી શાળાઓએ વર્ગની સંખ્યા વધારવી પડે તેવી શક્યતા પણ જોવા મળી છે. જો કે ફોર્મ ભરનારા વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં મોટી ભૂલ કરી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. વાલીઓ દ્વારા ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડમાં ફોટોકોપી કે પછી ઝેરોક્ષ કોપી અપલોડ કરી રહ્યા છે, જેના સ્થાને ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી છે. અન્યથા ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં અરજી રદ થવાની શકયતા વધી જતી હોવાથી વાલીઓએ સાવચેતી સાથે ફોર્મ ભરવું જરૂરી બન્યું છે.

Most Popular

To Top