અમદાવાદ: આરએસએસના (RSS) વડા મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલના રોજ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક બેઠકોમાં હાજરી આપશે. 14 મી એપ્રિલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર યોજાનાર શક્તિ પ્રદર્શનમાં સ્વયંસેવકોને સંબોધન કરશે. આરએસએસના વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાતમાં આવી રહ્યા છે. 14 મી તારીખે જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે, અને 10,000 થી વધુ સ્વયંસેવકોને સંબોધન કરશે. તેમજ 15મી એપ્રિલના રોજ પુસ્તકના વિમોચન સહિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
આગામી 2024 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ચૂંટણીની તૈયારીઓમાં આરએસએસ પણ જોડાઈ ગયું છે. ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તવામાં સંઘ પણ ભાજપ તરફી ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં લાગી ગયું છે. આરએસએસ ના વડા મોહન ભાગવત થોડાક દિવસ પહેલા જ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં પણ હાજરી આપી હતી. તે વખતે મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આમ ટૂંકા ગાળામાં મોહન ભાગવત બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.