Dakshin Gujarat

કડોદરા નજીક બાયપાસ પુલ ઉપરથી હેવી રોડ રોલર નીચે પટકાયું

પલસાણા, કામરેજ: કડોદરા (Kadodra) નજીક ઉંભેળ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નં.૪૮ ઉ૫૨ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઇ ટ્રાફિકની (Traffic) પણ સતત સમસ્યા સર્જાઇ રહી છે. ગુરુવારે સાંજે પુલની ઉપર કામ કરતા હેવી રોડ રોલર અચાનક નીચે પટકાયું હતું, જેમાં રોલરના ડ્રાઇવરને ગંભીર ઇજા થતાં તેને સા૨વા૨ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સતત વાહનોથી ધમધમતા હાઇવે પર પુલ પરથી રોલ૨ નીચે પટકાયું ત્યારે સદનસીબે નીચેથી કોઇ વાહન પસાર ના થઇ રહ્યું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે પુલની કામગીરીમાં ગંભીર બેદ૨કારી સામે આવી હતી અને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી.

વ્યારાના પાનવાડીમાં ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતાં બે ઘવાયા
વ્યારા: વ્યારા પાનવાડી ગામે જિલ્લા સેવા સદન સામે પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતાં બે ઘવાયા હતા. અકસ્માત કરી ટ્રકચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે આ અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તા.૮/૪/૨૦૨૩ના રોજ સાંજે ૬ વાગ્યાના અરસા ટ્રક નં.(GJ-05-V-9377) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શૈલેશ રમણભાઇ જાદવની બાઇક નં.(GJ 26 H 9871)ને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શૈલેશ જાદવને ડાબા પગે નળાના ભાગે ફેક્ચર થયું હતું. પાછળ બેસેલા કરણ મગનભાઇ જાદવને ઓછી-વત્તી ઇજા થઇ હતી. અકસ્માત કરી ટ્રકચાલક સ્થળે ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો.

ખોલવડની આર.કે.કોલોનીના એપાર્ટમેન્ટના ધાબા પરથી પડી જતાં યુવાનનું મોત
કામરેજ: કામરેજના કામરેજ ગામની હદમાં બાપા સીતારામ ચોક ખાતે સાસ્વત વીલા રો હાઉસમાં રહેતા અને આંબોલી ખાતે આવેલા ટાટા અંબિકામાં વાયરમેન તરીકે કામ કરતો રાહુલ ધીરૂભાઈ નાયક (ઉં.વ.36) બુધવારે ખોલવડ ગામે આર.કે.કોલોનીમાં શાંતિસદન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.301માં રહેતી બહેન અમીષાના એપાર્ટમેન્ટ નીચે રાત્રિના 8 કલાકે વાયરિંગ કરવાના સામાન સાથે આવ્યો હતો. બહેને રાહુલને રૂ.7000 આપવાના હોવાથી રૂપિયા આપી પોતાના ફ્લેટમાં જતી રહી હતી. રાત્રિના 9.45 કલાકે અચાનક એપાર્ટમેન્ટમાં નીચે જોરજોરથી અવાજ આવતાં અમીષાએ ફ્લેટમાંથી નીચે જઈ જોતાં એપાર્ટમેન્ટના ધાબા પરથી રાહુલ પડી જતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેને સારવાર માટે ખાનગી ગાડીમાં દીનબંધુ હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top