Sports

કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી પરથી હટાવ્યા બાદ રોહિત શર્મા પહેલીવાર આપ્યું નિવેદન

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) ત્રીજી ટેસ્ટ મેચ (Test Match) 1 માર્ચથી શરૂ થઈ રહી છે. શ્રેણીમાં 2-0થી આગળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયાની (Team India) નજર આ ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરવા પર હશે. આ ટેસ્ટ મેચમાં જીત ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (World Test championship) લઈ જશે અને સાથે જ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બનાવી દેશે. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે ટીમ ઈન્ડિયા પ્લેયિંગ 11માં કોને સામેલ કરશે તેના પર નજર છે. કે એલ રાહુલનું (KL Rahul) ખરાબ પરફોર્મસ બાદ લોકોને એવી આશા છે કે તેની જગ્યાએ કોઈ નવા ખેલાડીને તક મળશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું (Rohit Sharma) નિવેદન સામે આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં પહેલીવાર તેઓ કે એલ રાહુલને વાઇસ કેપ્ટનશીપથી હટાવ્યા બાદ નિવેદન આપ્યું હતું.

વાઇસ કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ રોહિત શર્માએ કહી આ વાત
મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અહીં તેણે કેએલ રાહુલના ફોર્મ વિશે એક મહત્વપૂર્ણ વાત કહી હતી. રોહિત શર્માએ કહ્યું કે કોઈનું વાઇસ કેપ્ટન હોવાનું ન હોવું તેનાથી તમને કોઈ સંકેત મળતા નથી. રોહિતે કહ્યું કે ટીમના તમામ 17 ખેલાડીઓ પાસે તક છે. ટીમ પ્રતિભાશાળી લોકોને સમર્થન આપશે. વાઇસ-કેપ્ટન્સી છીનવી લેવાનો અર્થ કંઈ મોટો નથી. તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે સમયે કદાચ ઘણા અનુભવી ખેલાડીઓ નહોતા.

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ પ્રથમ બે ટેસ્ટ મેચો સુધી ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હતો, પરંતુ જ્યારે છેલ્લી બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તે ટીમનો વાઇસ કેપ્ટન નહોતો. કેએલ રાહુલ સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને આ દરમિયાન જ્યારે આવું થાય છે ત્યારે તે તેના પર ખરાબ ફોર્મ હોવાનો સંકેત આપે છે.

કેએલની જગ્યાએ શુભમનને તક મળશે?
આવી સ્થિતિમાં કેએલ રાહુલને લઈને રોહિત શર્માનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોહિતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી નિષ્ફળ ગયેલી ભારતીય ટીમના ટોપ ઓર્ડર વિશે પણ વાત કરી હતી. રોહિત શર્માએ કહ્યું કે હા, એ વાત સાચી છે કે ટોપ ઓર્ડર હજુ સુધી એટલા રન નથી બનાવી શક્યા જેટલા રન અપેક્ષા હતી. પરંતુ ત્યાં સુધી પહોંચ માટે અમારો પ્રયાસ સતત ચાલુ જ છે, જે ચોક્કસપણે પરિણામ આપશે. તમને જણાવી દઈએ કે પ્લેઇંગ-11માંથી કેએલ રાહુલને બાકાત રાખવાની સતત માંગ કરવામાં આવી રહી છે. તે મોટા સ્કોરથી દૂર છે, જોકે ટીમ મેનેજમેન્ટે તેને સતત સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે શું ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલને ઈન્દોરમાં પણ તક આપશે કે પછી આ વખતે શુભમન ગિલને અજમાવવામાં આવશે. જો કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મૂડમાં દેખાઈ રહ્યો નથી અને તેના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ છે કે રાહુલ ત્રીજી ટેસ્ટમાં પણ રમતા જોવા મળશે.

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (W), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, ઈશાન કિશન, કુલદીપ યાદવ , સૂર્યકુમાર યાદવ , જયદેવ ઉનડકટ , ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયાની ટીમ: ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (W), નાથન લિયોન, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વીપ્સન, કેમેરોન ગ્રીન, સ્કોટ બોલેન્ડ લાન્સ મોરિસ

Most Popular

To Top