Sports

ભારતે મોરક્કોને 3-1થી હરાવ્યું: બોપન્નાએ વિજય સાથે ડેવિસ કપ કારકિર્દીની સમાપ્તિ કરી

લખનઉ: રોહન બોપન્નાએ (Rohan Bapanna) યુકી ભાંબરી સાથે પુરુષ ડબલ્સમાં સીધા સેટોમાં સહેલાઈથી વિજય હાંસલ કરી ડેવિસ કપમાં પોતાની કારકિર્દીની શાનદાર સમાપ્તિ કરી હતી. બીજી બાજુ સુમિત નાગલે પોતાની રિવર્સ સિંગલ મેચ પણ જીતી હતી જેના પગલે ભારતે રવિવારે લખનઉમાં મોરક્કોને વર્લ્ડ ગ્રુપ-2ના મુકાબલામાં 3-1થી હરાવ્યું હતું.

  • બોપન્નાએ વિજય સાથે ડેવિસ કપ કારકિર્દીની સમાપ્તિ કરી, ભારતે મોરક્કોને 3-1થી હરાવ્યું
  • સુમિત નાગલે પોતાની રિવર્સ સિંગલ મેચ પણ જીતી
  • આ વિજય સાથે ભારત આવતા વર્ષે થનારા વર્લ્ડ ગ્રુપ-1ના પ્લેઓફમાં પહોંચ્યું

ડેવિસ કપમાં પોતાની કારકિર્દીની 33મી અને અંતિમ મેચ રમી રહેલા 43 વર્ષીય બોપન્ના અને ભાંબરીએ મોરક્કોના ઈલિયટ બેનચેટ્રિટ અને યૂનુસ લાલામી લારૌસીને 1 કલાક 11 મિનિટ સુધી ચાલેલી મેચમાં 6-2, 6-1થી પરાજિત કર્યા હતા.

નાગલે પહેલા રિવર્સ સિંગલમાં યાસીન દલીમીને 6-3, 6-3થી હરાવ્યો હતો. નાગલે બંને સેટમાં શરૂઆતમાં બ્રેક પોઈંટ હાંસલ કર્યા અને બાદમાં દલીમીને વાપસીની તક આપી ન હતી. આ બીજી વખત છે જ્યારે નાગલને ડેવિસ કપના કોઈ મુકાબલામાં પોતાની બંને સિંગલ મેચ જીતી હોય. આ પહેલા તેણે 2019માં કજાખસ્તાનમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલા મુકાબલામાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું હતું. આ વિજય સાથે ભારત આવતા વર્ષે થનારા વર્લ્ડ ગ્રુપ-1ના પ્લેઓફમાં પહોંચ્યું છે.

બોપન્ના ભાવુક થયા
મેચ સમયે બોપન્ના બહુ જ ભાવુક હતા અને તેઓણે કોર્ટમાં જ ભારતીય ટીમની પોતાની ટી-શર્ટ ઉતારી દીધી હતી તેની સાથે જ તેઓની ડેવિસ કપ કારકિર્દીનો અંત થયો હતો. બોપન્નાએ પોતાની કારકિર્દીમાં 33 મેચ રમી જેમાંથી 23 મેચમાં વિજય હાંસલ કર્યો હતો તેમાં 13 ડબલ્સ મેચ પણ સામેલ છે. બોપન્નાએ પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મેચ જોવા બોપન્નાના પરિવાર અને મિત્રો પણ આવ્યા હતા.

Most Popular

To Top