SURAT

સુરતનાં લીંબાયતમાં ATM માંથી રૂપિયા લઈ બહાર નીકળેલા યુવકને બ્લેડના ઘા મારી લૂંટી લેવાયો

સુરત: સુરત (Surat) લીંબાયત આશાપુરી મોબાઇલ શોપ બહાર યુવકને બન્ને હાથ પર બ્લેડના (Blad) ઘા મારી રાહદારી લૂંટારુઓ રૂપિયા 8500ની લૂંટ (Robbery) કરી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં (Hospital) દાખલ ઈશ્વરે જણાવ્યું હતું કે લૂંટારુઓ માર્કેટથી પીછો કરી રહ્યા હતા. મદદે આવેલા મિત્ર એ કહ્યું હતું કે રોડ બાજુએ લોહી લુહાણ હાલતમાં પડેલા અજાણ્યા ઇસમને જોઈ મદદે જતા મહોલ્લાનો ઈશ્વર નીકળ્યો, તાત્કાલિક રિક્ષામાં બેસાડી સારવાર માટે સિવિલ લઈ આવ્યો હતો.

ડોક્ટર ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના શુક્રવાર રાતની હતી. ઈશ્વર નામદેવ કુંભાકર નામનાં યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં રીક્ષા ચાલક લઈને આવ્યો હતો. તપાસ કરતા કેટલાક અજાણ્યા ઈસમોએ બ્લેડ મારી રોકડ રૂપિયા 8500 ની લૂંટ ચલાવી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઈશ્વરને બન્ને હાથે ગંભીર ઇજા થઈ હતી. હાથમાં 7 ટાકા લેવા પડ્યા હતા. અને આંગળીની સર્જરી માટે ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી.

પદ્યુમ્ન (રીક્ષા ચાલક) એ જણાવ્યું હતું કે હું ત્યાંથી રીક્ષા લઈ પસાર થઈ રહ્યો હતો. એક યુવક લોહી લુહાણ હાલતમાં રોડ બાજુએ પડેલો હતો. મદદે જતા ઇજાગ્રસ્ત યુવક ઈશ્વર મારા મહોલ્લાનો જ નીકળ્યો હતો. તાત્કાલિક રિક્ષામાં બેસાડીને તેને હું સારવાર માટે સિવિલ લઈ આવ્યો હતો. પરિવારને જાણ કરતા તેઓ મોડી રાત્રે હોસ્પિટલ આવ્યા હતા. ઓપરેશન સુધી હું ત્યાં જ રહ્યો હતો. ઈશ્વરના પરિવારમાં માતા-પિતા અને ચાર ભાઈઓ હોવાનું ધ્યાન પર છે.

ઈશ્વર કુંભારકર (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. શુક્રવારે રાત્રે કામ પર થી ઘરે જવા નીકળ્યો હતો. લીંબાયત આશાપુરી મોબાઈલ શોપ પાસેના SBI ના ATM માંથી રૂપિયા 8500 ઉપાડી બહાર નીકળતા જ કેટલાક રાહદારી લૂંટારુઓ એ તેમને ઘેરી લીધા હતા. ત્યારબાદ ગાળો આઓઈ રૂપિયાની માંગણી કરી હતી. ના પાડતા બ્લેડના ઘા મારી ખિસ્સામાંથી 8500 કાઢી ભાગી ગયા હતા. ભાન માં આવ્યો તો સુરત સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ હતો. લૂંટારુઓની થોડી ઓળખ આપતા તેણે કહ્યું કે તેઓ હિન્દીમાં વાત કરતા હતા.

Most Popular

To Top