સુરત: સુરત (Surat) મહાનગરપાલિકાએ (Municipality) શહેરની ટીપી સ્કીમોમાં ટીપી રસ્તા ખુલ્લા કરવા માટેની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને 35 રસ્તા ખુલ્લા (Roads Open) કરવાનો લક્ષ્યાંક રખાયો છે. પ્રથમ દિવસે જ 10 રસ્તા ખુલ્લા કરી 61000 ચો.મી. જગ્યાનો કબજો મેળવાયો હતો તેમજ ખુલ્લી થયેલી જગ્યા પર રસ્તો બનાવવાનું પણ શરૂ કરી દેવાયું છે.મનપા કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં વિકાસ કામો અને માળખાગત સુવિધાઓની સાથે સાથે ડ્રાફ્ટ ટીપીના રસ્તા ખુલ્લા કરવા પણ જરૂરી છે.
રસ્તા પણ ખુલ્લા કરવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે
યોગ્ય આયોજન થઇ શકે. આ હેતુને ધ્યાને રાખી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી સતત ત્રણ દિવસ ચાલે તેવું આયોજન કરાયું છે, જેમાં ટીપી રસ્તા ઉપરાંત મુખ્ય રસ્તાને લિંક રસ્તા પણ ખુલ્લા કરવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમજ જે રસ્તા પર દબાણ કરી બાંધકામો થઇ ગયા હોય તેને પણ તોડી પાડવામાં આવશે. પ્રથમ દિવસે સરથાણા ઝોનમાં સવજી કોરાટ બ્રિજથી નેચર પાર્ક જતા રસ્તા પર 20 દુકાન તોડી પાડી બોટલનેક દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો.
કયા કયા રસ્તા ખુલ્લા કરાયા?
• -(કતારગામ) ઝોનમાં સમાવિષ્ટ ટી.પી.સ્કીમ નં.પ૧ (ડભોલી)માં આવેલા ફા.પ્લોટ નં.૩૬થી ૪૪ સુધી ૧૮.૦૦ મીટર પહોળાઈમાં કુલ ૪૬૮૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા રસ્તો ખુલ્લો કરાયો છે. જેથી ડભોલી ગામથી પાળા સુધીનો રસ્તો ઉપલબ્ધ થયો છે.
-• વરાછા ઝોન-એમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૩પ (કુંભારિયા-સારોલી-સણિયા હેમાદ-દેવધ) ફા.પ્લોટ નં.ર૬રથી રપપ સુધી ૧૮.૦૦મી પહોળાઈનો કુલ ૪૬૮૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતો રસ્તો ખુલ્લો કરાયો છે. જેથી સારોલી ગામ તેમજ સુરત-કડોદરાને લાગુ નવા ડેવલપ માર્કેટ વિસ્તારના ટ્રાફિકમાં રાહત રહેશે.
-• લિંબાયત ઝોન-બીમાં સમાવિષ્ટ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૬૧ (પરવટ-ગોડાદરા), ફા.પ્લોટ નં.૪૪થી આર-૧ર સુધીનો ડી-માર્ટ થઈ ધ્રુવ પાર્ક સોસાયટીનો ૧૮.૦૦ મી. પહોળાઈનો કુલ ૪૪૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતો રસ્તો ખુલ્લો કરાયો છે. આથી મહારાણા પ્રતાપ અને મીડાશ સર્કલની વચ્ચેથી મિડલ રિંગ રોડને સીધો કનેક્ટ થતો રસ્તો મળશે.
• -(ઉધના) એ ઝોન વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.પપ (ભેસ્તાન) ફા.પ્લોટ નં.૭થી ર૭ સુધીના ટી.પી. રોડને ખુલ્લો કરાયો છે. આથી રેલવે કોલોની ભેસ્તાન રેલવે સ્ટેશનથી ૩૬.૦૦ મીટરના રોડને કનેક્ટિવિટી મળશે. ઉપરાંત આ જ ઝોનમાં ટી.પી. સ્કીમ નં.૪૭ (ભેસ્તાન) ફા.પ્લોટ નં.૧૦થી ૧ર (શ્યામજી કિષ્ણા વર્મા લેક ગાર્ડન) સુધીના ૧ર.૦૦ મી. પહોળાઈના રસ્તાનો કબજો લઈ લેવાયો છે. તેથી લેક ગાર્ડન અને કેનાલ રોડને કનેક્ટિવિટી મળશે.
•-સાઉથ ઝોન-બીમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.પ૯ (પારડી કણદે-સચિન), ફા.પ્લોટ નં.૧૯૭થી ૧પ૮માં ૧૮.૦૦ મી. પહોળાઈનો કુલ પરર૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતો રસ્તો ખુલ્લો થયો છે. આથી અંદાજિત ૬પ૦ જેટલા લોકોને લાભ થશે.
• -અઠવા ઝોનમાં ટી.પી. સ્કીમ નં.૮૧ (ડુમસ) ફા.પ્લોટ નં.૯/એથી ૧૬૬ સુધીના ર૪.૦૦ મી.ના ટી.પી. રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેથી ડુમસ ગામથી સુરત-ડુમસ રોડને જોડતો એક મહત્ત્વનો લિંક રોડ મળ્યો છે, અને સુરતવાસીઓને ડુમસ દરિયા કિનારા સુધી જવા માટે વધુ એક વિકલ્પ મળ્યો છે.
-• રાંદેરમાં ટી.પી. સ્કીમ નં.૩૭ (વરિયાવ) ફા.પ્લોટ નં.૭૭થી ૭૮ સુધીના ટી.પી. રોડને કબજા લઈ ખુલ્લો કરવામાં આવતાં શીતલ રેસિ., ગોવિંદ રેસિ., સુમન સાધના આવાસ, સિલ્વર સ્ટેટસ જેવી રહેણાક સોસાયટી/બિલ્ડિંગને સરળ કનેક્ટિવિટી મળશે. ઉપરાંત આ જ ટીપીમાં ફા.પ્લોટ નં.૧૪થી ૯૭ સુધીના ટી.પી.રોડ ખુલ્લો કરાયો છે. આથી તાપી નદી પરના વેડ-વરિયાવ બ્રિજ પરથી વરિયાવ તરફે ઊતરતા લોકોને અમરોલી તરફ જતા રસ્તા તેમજ આઉટર રિંગ રોડ સાથે કનેક્ટિવિટી મળશે.