Gujarat

ઘોઘાથી હજીરા સુરત આવી રહેલી રો-રો ફેરી નિયત ચેનલથી દૂર થઈ, મુસાફરોના જીવ પડીકે બંધાયા

સુરત: (Surat) ઘોઘાથી હજીરા સુરત આવી રહેલી રો-રો ફેરીના (Ro-Ro Ferry) મુસાફરો (Passangers) બે કલાક સુધી અટવાયા હતા. હજીરા જવા નિકળેલી ફેરી વળાંક લઈ નિયત ચેનલથી દૂર થઈ જતા ફેરીમાં સવાર લગભગ 500 મુસાફરોના જીવ પળીકે બંધાયા હતા. લગભગ બે કલાકના વિક્ષેપ બાદ ફેરી ફરી શરુ કરાઈ હતી. ઘોઘાથી આજે ગુરુવારે સાંજે 5:45 કલાકે હજીરા આવવા નીકળેલી ફેરી વળાંક લેતા સમયે પોતાની નિયત ચેનલથી દૂર થઇ હતી અને કીચડમાં ફસાઈ ગઈ હતી. જોકે ભરતીનું પાણી ભરાતા ફેરી પુન: શરુ કરાઇ હતી. તમામ મુસાફરો સલામત હોવાનું જાણવા મળ્યું હતું.

  • ઘોઘા-હજીરા ફેરી નિયત ચેનલથી દૂર થતા વિક્ષેપ આવ્યો, ભરતીનું પાણી ભરાતા ફેરી પુન: શરુ કરાઇ
  • તમામ મુસાફરો સલામત, જિલ્લા વહીવટી તંત્ર ફેરી સંચાલક કંપની સાથે સતત સંપર્કમાં
  • વ્યવસ્થાના ભાગરુપે ફેરી આસપાસ બે ટગ બોટ રાખવામાં આવી

ઘોઘા-હજીરા ફેરી ગુરુવારે સાંજે નિયત ચેનલથી દૂર થતા વિક્ષેપ આવ્યો હતો. ભરતીનું પાણી ભરાતા ફેરી પુન: શરુ કરાઇ હતી. જોકે તમામ મુસાફરો સલામત હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર ફેરી સંચાલક કંપની સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. વ્યવસ્થાના ભાગરુપે ફેરી આસપાસ બે ટગ બોટ રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 7:40 વાગ્યે ભરતીનું પાણી ભરાવાનું શરુ થતા રાત્રે નવ વાગ્યા સુધીમાં ફેરી હજીરા તરફ રવાના કરાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તંત્ર ફેરી સંચાલક કંપની સાથે સતત સંપર્કમાં છે અને પ્રવાસ કરી રહેલા તમામ મુસાફરો સલામત છે. ઘટનાની માહિતી મળતા જ પોર્ટ ઓફિસર અને ઘોઘાના મામલતદાર સ્થળ પર જવા રવાના થયા હતા. ગુજરાત મેરિટાઇમ બોર્ડ પણ આ બનાવ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top