જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બંધાઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની કમાન આજે બનીને તૈયાર થઇ ગઇ હતી.
ચિનાબ નદીના પટથી ૩પ૯ મીટર ઊંચાઇએ આ પુલ બની રહ્યો છે જેની કમાનનું કામ આજે પૂર્ણ થયું હતું. ઉત્તર રેલવેએ આને એક સીમાચિન્હરૂપ સિદ્ધી ગણાવી હતી.
આ ૧.૩ કિલોમીટર લાંબો આ પુલ કાશ્મીર ખીણની કનેકટીવીટી વધારવાનો હેતુ ધરાવ છે અને તે રૂ. ૧૪૮૬ કરોડના ખર્ચે બંધાઇ રહ્યો છે. આ બ્રિજ પેરિસમાં આવેલા એફિલ ટાવર કરતા પણ ૩પ મીટર ઉંચો છે તે આ વર્ષની અંદર બનીને તૈયાર થઇ જવાની આશા છે એ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પુલ અંગે એક ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતીયોની ક્ષમતા અને વિશ્વાસ આજે વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પુરું પાડી રહ્યા છે.
વિશ્વના આ સૌથી ઊંચા રેલવે પુલના બાંધકામમાં ૨૮૬૬૦ મેટ્રીક ટન સ્ટીલ, ૧૦ લાખ ઘનમીટર માટીકામ અને ૬૬૦૦૦ ઘન મીટર કોંક્રિટ વપરાશે. કમાનનું કુલ વજન ૧૦૬૧૯ ટા છે.