વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે. દર ત્રણ કલાકે સફાઈ ના આદેશ આપ્યા હોવા છતાં પણ બરાનપુરા ત્રણ રસ્તા પર સ્વચ્છતા ઝુંબેશના લિરે લિરા ઉડિયા. વડોદરા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન મિશન તરફ વડોદરા વધુ સજ્જ બની રહ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા માને છે કે શહેર જાહેર સ્થળો પર સાફ-સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી જેને લઇને પાલિકા દ્વારા ચાર ઝોનમાં દર ત્રણ કલાકે જાહેર સ્થળો પર સાફ-સફાઈ કરવામાં આવશે અને જાહેર સ્થળો પર રહેલો કચરો હટાવવામાં આવશે. તેના માટે 270 જાહેર સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. તેનો સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. દરેક વોર્ડ ઓફિસર અને એએમસીને સૂચના પણ આપી દેવામાં આવી છે.
પરંતુ શહેરના બરાનપુરા ત્રણ રસ્તા ખાતે પાલિકાની કામગીરી પણ સવાલો ઉભા થયા છે. વહીવટી વોર્ડ નંબર 5 બરાનપુરા ત્રણ રસ્તા ખાતે કચરાનો મસ્ત મોટો ઢગલો છે. સ્વચ્છતા ઝુંબેશના લીરેલીરા ઉડિયા છે. અને જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સૂચના આપી છે કે દર ત્રણ કલાકે કચરો ઉઠાવવામાં આવશે અને દરેક વોર્ડ ઓફિસર અને એમ સી એની પર મોનિટરિંગ કરશે પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષ ના સૂચનાનું પણ આ જાડી ચામડીના અધિકારીઓ માનતા નથી. હવે જ્યારે ચોમાસામાં શરૂઆત થઇ છે ત્યારે કચરાના કારણે ગંદકી અને ગંદકીના કારણે રોગચાળો પણ ફેલાય છે.
હવે જોવાનું એ છે કે સ્વચ્છતા ઝુંબેશ ને લઈને બરાનપુરા નો ત્રણ રસ્તા નો કચરો પાલિકા ક્યારે હટાવશે? પાલિકા ના પદાધિકારીઓની મોટી મોટી વાતો જ કરે છે માત્ર કાગળ પર જ વાતો થાય છે તેનો અમલ કરવામાં આવતો નથી તેનો આ ઉત્તમ ઉદાહરણ છે.શું પાલિકાના પદાધિકારીઓ વોડ નંબર 5 વોર્ડ ઓફિસર અને એમ સી સામે શિક્ષાત્મક પગલાં ભરશે? સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચાર ઝોનમાં દર ત્રણ કલાકે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે .ચેક કરાવીને ત્યાંની કચરા નો ઠગલો હશે તો દૂર કરવામાં આવશે.