ઓસ્લોમાં US એમ્બેસી નજીક વિસ્ફોટ:કુવૈતમાં એલર્ટ, ઇઝરાયલમાં એર રેડ સાઇરન વાગ્યા”
મધ્ય પૂર્વમાં તણાવ હવે ખુલ્લા યુદ્ધ તરફ વધી રહ્યો છે. Iran દ્વારા ગલ્ફ દેશો તરફ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલ હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ Kuwait અને Saudi Arabiaએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અનેક હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હોવાનું જણાવ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ ઇરાને છોડેલી ત્રણ બેલિસ્ટિક મિસાઈલને કુવૈતે પોતાના હવાઈ ક્ષેત્રમાં જ અવરોધી દીધી હતી. તે જ સમયે સાઉદી અરેબિયાની રાજધાની Riyadh નજીક ઉડતા ત્રણ ડ્રોનને પણ સાઉદી સેનાએ ગોળી મારીને ઠાર કર્યા હતા. સાઉદી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ડ્રોન હુમલાનો નિશાન મુખ્યત્વે રાજદ્વારી વિસ્તાર હતો,જ્યાં United States Embassy સહિત ઘણા દેશોના દૂતાવાસ સ્થિત છે.
આ વચ્ચે યુરોપમાંથી પણ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. Osloમાં અમેરિકી દૂતાવાસ નજીક રવિવાર વહેલી સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. સ્થાનિક પોલીસ મુજબ ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. પોલીસ અને દૂતાવાસ અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક ચાલુ હોવાનું જણાવાયું છે.
બીજી તરફ Israel એ ઇરાનની રાજધાની Tehranમાં તેલ સંગ્રહ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી હોવાનું જણાવ્યું છે. હુમલા બાદ તેલ ડેપો વિસ્તારમાં ભારે આગ લાગી હતી અને આકાશમાં જ્વાળાઓ ઊંચી ઉઠતી જોવા મળી હતી. ઇઝરાયલી સૈન્યે આ હુમલાની પુષ્ટિ કરી છે.આ ઉપરાંત ઇઝરાયલે Beirutમાં પણ હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ શહેરના કેન્દ્રમાં આવેલા એક હોટેલને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. ઇઝરાયલનું કહેવું છે કે અહીં ઇરાન સાથે જોડાયેલા કમાન્ડરો હાજર હતા.
આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpએ ઇરાનને કડક ચેતવણી આપી છે કે જો હુમલાઓ ચાલુ રહેશે તો ઇરાનને “ખૂબ જ કઠોર જવાબ” આપવામાં આવશે. બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ કહ્યું છે કે ઇરાન સામેની કાર્યવાહી “સંપૂર્ણ શક્તિ સાથે” ચાલુ રહેશે.મધ્ય પૂર્વમાં વધતી આ અથડામણ હવે ઘણા દેશોને અસર કરતી જઈ રહી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા અને તણાવ બંને વધી રહ્યા છે.