સત્તા આગળ શાણપણ નકામુ છે, હાલની સત્તાધારી સરકાર જ્યારે વિરોધ પક્ષની ભૂમિકાએ હતી ત્યારના ડહાપણ ભરેલા સૂર સત્તા મળી ગયા બાદ બેસૂરા થઇ ગયા લાગે છે. આજે સત્તાધીશો તેમજ એમની જ પગરંભી કરનારા ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયા કર્મચારીઓની ફૌજ હાજી… હાજી… કરવામાંથી ઊંચી નથી આવતી. ગુજરાતના જ વહીવટીકર્તા અને સત્તાધીશો શિરમોર કહેવત ત્રેવડ ત્રીજો ભાઇ હવે સત્તા મળી ગયા બાદ ભૂલી ગયા છે કે શું?? એક તરફ સુરત મનપાની તિજોરી તળિયા ઝાટકના સમાચાર વંચાવ છે ત્યારે બીજી તરફે પ્રત્યેક નગર સેવકોને ગજવે રાખવા લેપટોપની લહાણી કરનાર છે.
એમાં પણ અડધા ઉપરાંતના નગર સેવકો ખરા અર્થમાં અંગૂઠા છાપ હશે કયા અલ્પશિક્ષિત હશે. શું જરૂર છે?? ખર્ચા જ કરવા હોય તો પ્રજાજોગ જાહેર સુખાકારી તરફે પણ ધ્યાન દોરો તો સારું લાગે. હાલની ઉત્સવઘેલી સરકાર હવે નદી-ઉત્સવના નામે લાખો કરોડો ખર્ચ કેર અને એની વસૂલાત પેટે આવનાર વર્ષોમા શહેરના નગરસેવકોના વેરામાં વધારશે. કોરોના કાળમાં મધ્યમવર્ગની કમ્મર સાવ ભાંગી ગઇ છે, આર્થિક બાબતે ત્યારે વેરામાં કુલ રકમ ઉપર 10થી 20 ટકા વળતર આપવામા શું તકલીફ છે. ઉત્સવોના નાટકો બહુ થયા હવે કંઇક મર્યાદા રાખે તો સત્તા લેખે લાગશે. બાકી હાલમાં જ સમાચાર પત્રોમાં જાણવા-વાંચવા મળે છે તેમ દેશનું અને ગુજરાત રાજ્યનું જાહેર દેવુ (માથાદીઠ દેવુ) પ્રતિવર્ષે વધતુ જાય છે.
સુરત – પંકજ મહેતા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.