છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીની સપાટી સતત ઉપર તરફ જઇ રહી છે અમે તેના પર સરકારનો કોઇ પણ પ્રકારનો અંકુશ જોવા મળતો નથી આજે દરેક ચીજ-વસ્તુઓના ભાવ દિન-પ્રતિદિન વધતા જાય છે. જે દેશની ગરીબ અને સામાન્ય વ્યકિતઓ માટે ખુબજ ચિંતાજનક વિષય છે આજે સામાન્ય વ્યકિતની આવક મર્યાદિત છે. જેની સામે સતત અમર્યાદિત વધતી મોંઘવારીનાં પરિણામે દેશ અને શહેરોમાં ચોરી-લુટફાંટ અને ગુનાખોરીની ટકાવારીમાં સતત વધારો જોવા મળે છે. તો મોંઘવારીના ગંભીર મુદ્દા અંગે સરકાર જાગૃત થાય અને દેશની સામાન્ય જનતા અને વર્તમાન સરકારનો ભવિષ્યનો વિચાર કરી આ હરળ વેંગે વધતી જતી મોંઘવારી પર કાયદારૂપી નિયંત્રણ લાવે એજ સરકાર અને દેશની જનતાનાં હિતમાં હશે!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.