Sports

ઋષભ પંતની રિકવરીના આ વીડિયોથી BCCI અને NCAનો મેડિકલ સ્ટાફ સ્તબધ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) બેટ્સમેન-વિકેટકીપર ઋષભ પંતનો (Rishabh Pant) ડિસેમ્બર 2022માં અકસ્માત (Accident) થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ (Injured) થયો હતો. હાલ તેની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે. પંતની તબિયતમાં આટલો ઝડપી સુધારો જોઈને BCCI અને NCAનો મેડિકલ સ્ટાફ બંને સ્તબધ છે. થોડાં દિવસ પહેલા પંતે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પગથિયા ચઢતો જોવા મળ્યો હતો.

પંતેનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે પંત પગથિયા ચઢી રહ્યો છે. જેમાં થોડાં પગથિયા ચઢતા તેને દુખાવો થઈ રહ્યો હતો. દુખાવાને માત આપીને અને હાર ન માનીને તે પગથિયા ચઢવાની કોશિશ કરતો હતો અને અંતે તેને સફળતા મળી હતી. દુખાવો થતા તેણે પોતાના ચહેરા પર એક મુસ્કાન રાખી હતી જેણે તેના યહતી. આ 32 સેકેન્ડના વીડિયોનો પ્રથમ ભાગ હતો બીજા ભાગમાં જોઈ શકાય છે કે પંત પહેલા કરતા ઝડપી પગથિયા ચઢી રહ્યો છે. કોઈ પણ સહારો લીધા વગર તે પગથિયા ચઢી જાય છે. આ વીડિયોને જોયા પછી અનુમાન કરી શકાય છે કે પંત ઝડપી રિકવરી કરી રહ્યો છે.

30 ડિસેમ્બર 2022નાં રોજ દિલ્હીથી રુડકી જતાં સમયે પંતનો જોરદાર અકસ્માત થયો હતો
જણાવી દઈએ કે 30 ડિસેમ્બર 2022નાં રોજ દિલ્હીથી રુડકી જતાં સમયે પંતનો જોરદાર અકસ્માત થયો હતો. જેમાં તેને ધણાં ફેકચર થયા હતા અને ધણી ગંભીર રીતે તે ધાયલ પણ થયો હતો. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષે વર્લ્ડકપમાં તે રમશે પણ જાણકારી મળી આવી છે કે વર્લ્ડકપમાં પંતની રમવાની સંભાવના જુજ છે. IPL 2023માં દિલ્હી કેપિટલ્સની ટીમને સપોર્ટ કરવા માટે પંત સ્ટેડિયમ પહોંચ્યો હતો. ઉપરાંત WTCની મેચમાં પંતને મીસ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top