નવી દિલ્હી: કતારમાં (Qatar) ચાલી રહેલા FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) ઘણી ઉલટફેર જોવા મળી રહી છે. રવિવારે ફિફા રેન્કિંગમાં નંબર-2 ટીમ બેલ્જિયમને (Belgium) મોરોક્કોના (Morocco) હાથે 0-2થી હારનો (loss) સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બેલ્જિયની હાર બાદ ફેન્સ નારાજ થઈ ગયા હતા. અને હાર બાદ બેલ્જિયમમાં ફેન્સે બેકાબૂ બની રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
મળતી માહિત અનુસાર વર્લ્ડ કપ મેચમાં હાર બાદ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં હજારો પ્રશંસકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટીમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો વાહનો અને બાઇક પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટૂંક સમયમાં જ આ વિરોધ હિંસામાં ફેરવાઈ ગયો હતો. લોકો બેકાબૂ બની ગાડી અને વાહનને સળગાવી દિધા હતા.
ફૂટબોલ ચાહકોએ અહીં બ્રસેલ્સના હાઈવે પર હંગામો કર્યો હતો. તેમજ રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. વાહનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી હતી. સાંજે લગભગ 7 વાગ્યાથી શરૂ થયેલો આ તોફાન મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જે બાદ પોલીસે ડઝનબંધ લોકોની અટકાયત કરી હતી.
મેચમાં શું થયું?
તમને જણાવી દઈએ કે રવિવાર (27 નવેમ્બર)ના રોજ રમાયેલી ગ્રુપ-એફની મેચમાં વર્લ્ડ નંબર 2 બેલ્જિયમને મોરોક્કો સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં મોરોક્કોની જીતના હીરો અબ્દેલહમીદ સાબીરી અને ઝકારિયા અબુખલાલ હતા, જેમણે એક-એક ગોલ કર્યો હતો. બેલ્જિયમને કેનેડા સામે પણ જીતવા માટે પરસેવો પાડવો પડ્યો અને કોઈક રીતે 1-0થી જીત મેળવવામાં સફળ રહી. જો જોવામાં આવે તો આ વર્લ્ડ કપનો આ ત્રીજો મોટો અપસેટ છે કારણ કે મોરોક્કો રેન્કિંગમાં 22માં નંબર પર છે. વર્તમાન ટુર્નામેન્ટમાં અગાઉ સાઉદી અરેબિયાએ આર્જેન્ટિના અને જાપાનને જર્મની સામે હરાવીને ખળભળાટ મચાવ્યો હતો.
મેસ્સીનો જાદુ જોવા માટે આવ્યા દર્શકો: બન્યો આ અનોખો રેકોર્ડ
નવી દિલ્હી: આર્જેન્ટિના (Argentina) અને મેક્સિકો વચ્ચે રમાયેલી મેચમાં મેસ્સીના આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-0ના અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ આર્જેન્ટિનાની ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે. પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા સામે શરમજનક હાર બાદ ટીમે શાનદાર પુનરાગમન કરીને મેચ જીતી લીધી હતી. મેસ્સીએ (Messi) મેચમાં શાનદાર ગોલ (Goal) કર્યો હતો જેના કારણે તેની ટીમ લીડ લઈ શકી હતી મેસ્સીના ચાહકો ખાસતો મેસ્સીને ગોલ કરતા જોવા માંગતા હતા અને મેસ્સી તેના ચાહકોને નિરાશ કર્યા ન હતા.
દર્શકોની હાજરીથી 28 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
ખારા અર્થમાં મેક્સિકો સામે આર્જેન્ટિનાની 2-0થી જીત દરમિયાન લિયોનેલ મેસ્સીની રમત જોવા માટે 88,966 દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા, જે 28 વર્ષમાં ફૂટબોલ વર્લ્ડ કપની મેચ માટે દર્શકોની સૌથી મોટી સંખ્યા છે. ફિફાના જણાવ્યા અનુસાર દોહાની ઉત્તરે આવેલા લુસેલ સ્ટેડિયમે યુ.એસ.માં 1994ની ફાઈનલ બાદ વિશ્વ કપના સૌથી વધુ દર્શકોની યજમાની કરી હતી. કેલિફોર્નિયાના પાસાડેનામાં રોઝ બાઉલમાં 91,194 લોકો હાજર હતા, જેમાં નિયમિત સમયમાં ગોલ રહિત ડ્રો બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ઇટાલીને હરાવીને બ્રાઝિલે ટાઇટલ જીત્યું હતું.