SURAT

15 ફેબ્રુ.થી 31 માર્ચ દરમ્યાન સુરતના રિંગરોડ, માન દરવાજાનો આ રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ (Hydraulic section) હસ્તક રિહેબિલિટેશનની કામગીરી અંતર્ગત જૂની હયાત લાઇનોની જગ્યાએ નવું નેટવર્ક નાંખવાની યોજના હેઠળ આંજણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેઇન ગેટ પાસેથી પસાર થતી હયાત 1626 મી.મી. વ્યાસની એમ.એસ. લાઇનમાંથી જોડાણ કરી માન દરવાજા આંબેડકરસ્મારક, રિંગ રોડ (Ring Road) સુધી 1321 મી.મી. વ્યાસની એમ.એસ. ફીડર લાઇન નાંખવાની કામગીરી કરાશે.

પ્રથમ તબક્કામાં માન દરવાજા આંબેડકર સ્મારક, રિંગ રોડથી ખ્વાજાનગર રોડ જંક્શન થઇ આંજણા તરફ જતા બી.આર.ટી.એસ. (BRTS) કેનાલ રોડ પર ભાઠેની જંક્શન સુધીના મેઇન રોડ પર (ખ્વાજાનગર તરફનો એક લેનમાં) ફીડર લાઇન નાંખવામાં આવશે. જેમાં માન દરવાજા આંબેડકર સ્મારક, રિંગ રોડથી ખ્વાજા નગર રોડ જંક્શન થઇ આંજણા તરફ જતા બી.આર.ટી.એસ. કેનાલ રોડ પર ભાઠેના જંક્શન સુધીના મેઇન રોડ પર (ખ્વાજાનગર તરફનો એક લેન), તા.15-02-2021થી તા. 31-03-2021 દરમિયાન પાણીની નળીકા નાંખવાનું કામ કરાશે. જેથી માન દરવાજા આંબેડકર સ્મારક, રિંગ રોડથી ખ્વાજાનગર રોડ જંક્શન થઇ આંજણી તરફે જતા બી.આર.ટી.એસ. કેનાલ રોડ પર ભાઠેના જંક્શન સુધીના મેઇન રોડ પર (ખ્વાજાનગર તરફેનો એક લેન), 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી આ રસ્તા પર તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારનાં વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

કામગીરીના સમયગાળા દરમિયાન રિંગ રોડ તરફ જતાં વાહનો માટે વિકલ્પરૂપે રોકડિયા હનુમાન મંદિર/ ઉધના સી.એન.જી. સર્કલ થઇ શાસ્ત્રીનગર રોડ અથવા ઉધના દરવાજા મેઇન રોડ થઇ રિંગ રોડ તરફ જઇ શકશે તથા તે જ રીતે આંજણા તરફે બી.આર.ટી.એસ. કેનાલ રોડ તરફ જતા વાહનો માટે પણ આ રૂટ પરથી અવરજવર થઇ શકશે. તેમજ આંજણા તરફે જતા બી.આર.ટી.એસ. કેનાલ રોડ પર ભાઠેના જંક્શન સુધીના મેઇન રોડ પર (ખ્વાજાનગર તરફેના એક લેન) પર કામગીરી દરમિયાન આંશિક રોડ તેમજ બી.આર.ટી.એસ. લેન ખુલ્લો રહેનાર હોય, જેના પર વાહનવ્યવહાર ચાલુ રહેશે.

આ કામગીરીના સમયગાળા દરમિયાન રોડ પર તબક્કાવાર કામગીરી થવાની હોય, આ રસ્તાના ભાગ પર કામગીરી પૂરી થશે તેમ તેમ તેટલા ભાગનો રસ્તો નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે તબક્કાવર રીતે ખુલ્લા કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા જ પ્રતિબંધિત માર્ગ રાહદારીઓ તેમજ વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top