Charchapatra

રાઈટ ટુ રિકોલ 

લોકશાહી દેશમાં ચૂંટાયેલા નેતાઓએ ચૂંટણીમાં કરેલા વાયદાઓનો હિસાબ માગવાનો પ્રજાને અધિકાર છે. અધિકારીઓ જો ચૂંટાયેલા નેતાઓને ગાંઠતા જ નહીં હોય તો સામાન્ય પ્રજાને તો ક્યાંથી સાંભળે? ચૂંટાયેલા નેતાઓ એવું સ્વીકારતા થયાં છે કે આપણે ત્યાં અધિકારી રાજ ચાલે છે એટલે કે નેતાઓનું કંઈ ઉપજતું જ નથી. જો પગાર લઈને કામ કરતા અધિકારીઓ પ્રજાના સેવકોની રજૂઆતને સાંભળતા જ નહીં હોય તો પ્રજા બિચારી શું કરે? ક્યાં જાય?

જ્યારે પ્રજા દ્વારા ચૂંટાયેલા કોઈપણ પક્ષના નેતાનું પ્રદર્શન નબળું હોય એટલે કે જાહેર જનતાનાં મતવિસ્તારનાં પણ કામ કરી શકતા ન હોય ત્યારે પ્રજા દ્વારા તેને પાછા બોલાવવાનો અધિકાર હોવો જ જોઈએ. જે નેતા નિષ્ઠાપૂર્વક પ્રજાના લોકહિતના કામો કરતા ન હોય તથા પોતાના મતદારોની લાગણીઓ કે માગણીઓનો પડઘો પાડી શકતા ન હોય તો એમનો ખર્ચ પ્રજાએ શા માટે વેંઢારવો જોઈએ? પ્રજાનાં કામ કર્યા વિના તગડો પગાર, ભથ્થા અને રાજાશાહી સવલતો ભોગવતા અને પોતાની મુદત પૂરી થયા પછી પેન્શન મેળવતા નેતાઓને ઘર બેસાડવા જેટલી જાગૃતિ લોકશાહી દેશના નાગરિકોએ બતાવવી જ જોઈએ.
નવસારી  – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top