Sports

રોહિત શર્માએ રિટાયરમેન્ટ અંગે રિકી પોન્ટિંગનું મોટું નિવેદન, ‘આ કારણે નથી લીધી નિવૃત્તિ’

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. ગઈ તા. 9 માર્ચે યોજાયેલી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી એવી અટકળો ચાલી રહી હતી કે 37 વર્ષીય રોહિત શર્મા ODI અથવા એકંદર ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. પણ એવું ન થયું. ફાઇનલ પછી રોહિતે કહ્યું હતું કે બધું જેમ છે તેમ ચાલુ રહેશે.

કેપ્ટન રોહિતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ODI ફોર્મેટ છોડવાનો નથી. મેચ પછી નિવૃત્તિના પ્રશ્ન પર તેણે કહ્યું ભવિષ્યની કોઈ યોજના નથી. જે જેમ છે તેમ ચાલશે. હું આ ફોર્મેટ (ODI) માંથી નિવૃત્તિ લેવાનો નથી. કોઈ અફવાઓ ફેલાવશો નહીં.

હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે રોહિતના નિવૃત્તિ ન લેવા પર મોટું નિવેદન આપ્યું છે. પોન્ટિંગે કહ્યું કે એવું લાગે છે કે રોહિત હજુ સુધી 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હાર ભૂલી શક્યો નથી. હવે તેના મગજમાં 2027નો વર્લ્ડ કપ છે. એટલા માટે તેણે રિટાયરમેન્ટ લીધું નથી.

રોહિતનું અંતિમ લક્ષ્ય ODI વર્લ્ડ કપ જીતવાનું છે
પોન્ટિંગે ICC સાથેની વાતચીતમાં કહ્યું જ્યારે રોહિતે જાહેરાત કરી કે તે હવે નિવૃત્તિ લેવા માંગતો નથી ત્યારે તેના મનમાં કોઈ લક્ષ્ય હશે. જ્યારે તમે તમારી કારકિર્દીમાં તે પોઈન્ટ સુધી પહોંચવાનું શરૂ કરો છો ત્યારે દરેક વ્યક્તિ તમારા નિવૃત્તિની રાહ જોતી હોય છે.

તેમણે કહ્યું મને સમજાતું નથી કે જ્યારે કોઈ ખેલાડી આટલું સારું રમી રહ્યો હોય તો પછી ઉંમરને કારણે તેની નિવૃત્તિ અંગે પ્રશ્નો કેમ ઉભા થવા લાગે છે. ફાઇનલમાં રોહિત જે રીતે રમ્યો તે જોઈને એક ક્ષણ માટે પણ એવું લાગ્યું નહીં કે તેનો નિવૃત્તિનો સમય આવી ગયો છે. મારા મતે તે આ પ્રશ્નોનો કાયમ માટે અંત લાવવા માંગે છે. તેણે પોતાની બેટિંગથી લોકોને યોગ્ય જવાબ આપ્યો છે.

પોન્ટિંગે કહ્યું, મને લાગે છે કે તેણે આ કહ્યું કારણ કે તેના મનમાં 2023 માં છેલ્લો ODI વર્લ્ડ કપ રમવાનું લક્ષ્ય હતું. ચોક્કસ હવે તે કદાચ 2027 ના ODI વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે. રોહિતનું છેલ્લું લક્ષ્ય ODI વર્લ્ડ કપ જીતવાનું છે.

Most Popular

To Top