એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસને ઓવરટેક કરીને ટેસ્લા કંપનીના વડા એલન મસ્ક વિશ્વના સૌથી ધનવાન શખ્સ બની ગયા છે. સ્પેસ ટેકનોલોજીમાં પણ તેઓ જેફ બેઝોસના હરીફ છે.
એલન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં આજે ૪.૮ ટકાનો ઉછાળો આવતા જ મસ્કની સંપત્તિ જેફ બેઝોસની સંપત્તિ કરતા વધી ગઇ હતી. જેફ બેઝોસની કુલ મિલકતો આજે વધીને ૧૮૮.પ અબજ ડોલર થઇ હતી જે બેઝોસની મિલકતો કરતા દોઢ અબજ ડોલર વધારે છે.
બેઝોસની મિલકતો હાલમાં ૧૮૭ અબજ ડોલરની છે અને તેઓ હવે બીજા વિશ્વના બીજા ક્રમના ધનવાન છે. તેઓ ૨૦૧૭થી વિશ્વના સૌથી ધનવાન તરીકેનું સ્થાન ધરાવતા હતા. જો કે બુધવારે ઇલેકટ્રિક કાર નિર્માતા ટેસ્લાના શેરોમાં ૪.૯ ટકાનો ઉછાળો આવ્યા બાદ એલન મસ્ક બેઝોસની ઘણી નજીક પહોંચી ગયા હતા.
આ પહેલા તેમના શેરોની કિંમતમાં ૩.૪ ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેના પછી આજે ૪.૮ ટકાનો ઉછાળો આવ્યો હતો જેના પછી મસ્કની મિલકતો બેઝોસની મિલકતો કરતા વધી ગઇ હતી.
સાઉથ આફ્રિકામાં જન્મેલા એલન મસ્ક ૪૯ વર્ષના છે. મૂળ ઇજનેર એવા મસ્કની ટેસ્લા કંપની ઇલેકટ્રીક કારોના ઉત્પાદન માટે જાણીતી છે. આ ઉપરાંત મહત્વાકાંક્ષી અવકાશ કાર્યક્રમો ધરાવતી તેમની સ્પેસ-એક્સ કંપની પણ ઘણી પ્રખ્યાત થઇ છે.
દુનિયા માટે 2020 ખરાબ રહ્યું હોય પણ એલન મસ્ક માટે જોરદાર રહ્યું. એક વર્ષમાં એમની સંપત્તિ 150 અબજ ડૉલરથી વધુ વધી અને ઇતિહાસમાં આ કદાચ સૌથી ઝડપી વેલ્થ ક્રિએશન છે. ટેસ્લાના શૅર એક વર્ષમાં 743% ઉછળ્યા છે. જો બેઝોસના છૂટાછેડા ન થયા હોત તેઓ હજી બેઝોસથી આગળ હોત.