Vadodara

ગેંડા સર્કલ અને હેવમોર સર્કલવાળા રોડ પર ત્રણ મહિના માટે ભારદારી વાહનો પર પ્રતિબંધ

વડોદરા : વડોદરાના સૌથી મોટા બ્રીજનું નિર્માણ થઈ રહ્યું છે. 222 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષ સર્કલ સુધી ઓવર બ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે બ્રીજ ના નિર્માણ માટે તાજેતરમા જ સરકાર દ્વારા 100 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા. જેથી હવે બાકી રહેલી 35 ટકા કામગીરી કોન્ટ્રાક્ટરે ચાલુ કરી છે. ટ્રાફિકની સલામતી જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ઉપરોક્ત બ્રીજ હેઠળ આવતા ગેંડા સર્કલ આગામી તા.25 ફેબ્રુઆરી થી તા.25 મે સુધી બંધ રહેશે તથા હેવમોર સર્કલ તા.1 માર્ચથી તા.1 જુન સુધી બંધ રહેશે.

  • વૈકલ્પીક વ્યવસ્થા
  • સાવલીથી દુમાડ તરફથી અમિતનગર બ્રીજ, માણેકપાર્ક સર્કલથી ફતેગંજ સર્કલથી મધુનગર ચાર રસ્તા તરફ જઈ શકાશે
  •  દુમાડથી તરફથી માણેકપાર્ક સર્કલથી ખોડીયાર નગર ચાર રસ્તાથી વડસર બ્રીજ ખિસકોલી સર્કલ તરફ જઈ શકાશે
  •  ગોરવા રોડથી ગેંડા સર્કલ, શાસ્ત્રી બ્રીજ તરફ જઈ શકાશે
  •  ચકલી સર્કલથી રેસકોર્સ સર્કલ, ગેંડા સર્કલ થઈ ગોરવા રોડ તરફ તેમજ શાસ્ત્રી બ્રીજ તરફ જઈ શકાશે
  •  દિવાળીપુરા ચાર રસ્તાથી ચકલી સર્કલ થઈ ગોરવા રોડ તેમજ શાસ્ત્રી બ્રીજ તરફ જઈ શકાશે
  •  ઉપરોક્ત જાહેરનામાં ઈમરજન્સી વાહનો તથા એસટી બસોને મુક્તિ આપવામાં આવી છે
  • પ્રતિબંધીત રસ્તાઓની સૂચિ
  • : ફતેગંજ સર્કલ, ફતેગંજ બ્રીજ ઉપરથી ગેંડા સર્કલ તરફ જઈ શકાશે નહીં
  • : એલ એન્ડ ટી સર્કલથી મુક્તાનંદ સર્કલ તરફ જઈ શકાશે નહીં
  • : જુનાવુડા સર્કલથી સદરબજાર રોડ તરફ જઈ શકાશે નહીં
  • : ફતેગંજ સર્કલથી કાલાઘોડા સર્કલ તરફ જઈ શકાશે નહીં
  • : માણેકપાર્ક સર્કલથી સંગમ ચાર રસ્તા, મુક્તાનંદ સર્કલ તરફ જઈ શકાશે
  • : ગોરવા રોડથી ગેંડા સર્કલ થઈ અક્ષરચોક તરફ જઈ શકાશે નહીં
  • : નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ થઈ અક્ષરચોક સર્કલ તરફ જઈ શકાશે નહીં
  • : નવીન કોર્ટથી હેવમોર સર્કલ થઈ સર સયાજીરાવનગરગૃહ તરફ જઈ શકાશે નહીં

રોડલાઇનમાં આવતા 56 દબાણો તોડી કાઢવામાં આવ્યા

ખોડીયાર નગરમાં ગોવિંદ નગર ખાતે ટીપી 1 સયાજીપુરા ગોવિદ નગર માં રોડ લાઈનમાં આવતા ૫૬ જેટલા દબાણો પાલિકાની દબાણ શાખા ની ટીમલી તોડી પાડયા હતા. જેમાં, કમ્પાઉન્ડ વોલ, ઓટલા દુકાનો, સહિત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને કામગીરી કરાઇ હતી.
પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પાલિકાના રિઝર્વ પ્લોટ પર અને ટીપીમાં આવતા રોડલાઇનના દબાણો તોડવાની કામગીરી શરૂ કરી છે. બે દિવસ અગાઉ તાંદલજા ફિરોજ નગર ખાતે પાલિકાના રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર ઝૂંપડા તોડી પાડયા હતા.સોમવારે ખોડીયાર નગર વિસ્તારમાં ટીપી-1 સાયજીપૂરા ગોવિંદનગર ખાતે રોડ લાઈનમાં આવતાં દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. દબાણ શાખા ની ટીમેં ૫૬ જેટલા રોડ લાઈનમાં આવતાં દબાણો તોડી પાડયા હતા. જેમાં કમ્પાઉન્ડ વોલ ,ઓટલા, દુકાનો સહિતના દબાણો દૂર કરાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બાપોદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીપી ખુલ્લી કરવામાં આવતા રોડ લાઈન નો દબાણો દૂર કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.જેમાં ટાઉન પ્લાનિંગ ના અધિકારી ઓ, ફાયર વિભાગ ,જીઇબી સ્ટ્રીટ લાઈટ વિભાગ ,મેડિકલ સ્ટાફ સહીતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Most Popular

To Top