નોકરીમાંથી વ્યક્તિ જયારે નિવૃત્ત થાય છે ત્યારે એ એક અજાણી તાણ અનુભવે છે. એક પ્રશ્નાર્થ ખડો થઇ જાય છે: હવે શું? નિવૃત્તિમાં ત્રણ ગુણ વિકસાવવાના છે. ત્યાગ, તપ અને તત્ત્વમસી. ત્યાગ ત્રણ પ્રકારના છે. એક પદનો ત્યાગ. કરો. લોકો તમને ધક્કો મારીને તમારાથી નારાજ થઈને પદ લઇ લે એ પહેલાં સામેથી ત્યાગપત્ર ધરી દો. તમારું માન સન્માન જળવાશે. બીજો પ્રકાર છે પૈસાનો ત્યાગ સૌથી અઘરો છે. પણ કરશો તો આનંદ અનુભવશો. તમારા અને તમારી પત્ની જેટલા પૈસા રાખીને સંતાનોમાં વહેંચી દેશો. મર્યા પછી પણ એમને જ આપવાના હો તો જીવતા જીવત આપી દો.
ત્રીજો પ્રકાર છે પ્રતિષ્ઠા. એનો પણ ત્યાગ કરો. હવે તમે તમારા માટે જીવો. બધા જ શોખ તમારી પત્ની સાથે પૂરા કરો. નિવૃત્તિ બાદ બીજો ગુણ ગ્રહણ કરવાનો છે તે તપ. તપ એટલે હિમાલય પર જઈને તપ નથી કરવાનું. પણ આંતરમનનું તપ આદરવાનું છે. તપ ત્રણ પ્રકારના છે. પ્રથમ તપ છે, વાણીનું તપ. વાણી ઉપર જીત મેળવો. જ્યાં સુધી કોઈ તમારો અભિપ્રાય નહિ પૂછે ત્યાં સુધી બોલશો જ નહિ. બીજું તપ છે અન્નનું તપ. તમારે હવે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોવાથી ખાવા પર કન્ટ્રોલ કરજો. ત્રીજું તપ છે શ્રવણ તપ. હવે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે રાખજો. સુરત -દિલીપ વી. ઘાસવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.