કોઇ પણ લોકશાહી દેશનાં કરોડો નાગરિકોની દુર્દશા માટે ત્યાંની ચૂંટાઇ આવેલી સરકાર જ જવાબદાર હોઇ શકે. ગણ્યાગાંઠયા અબજપતિઓ સિવાયનાં કરોડો લોકોનું જીવન તેની પર નિર્ભર હોવાથી કયાં તો આબાદ, કયાં તો બરબાદ થઇ જાય છે. શાસકો વૈભવવિલાસી, ભ્રષ્ટાચારી, દંભી, અભિમાની, લાલચુ, ખંધા ખેલાડી, પ્રજાનું ધ્યાન અન્યત્ર વાળી દેવામાં જોરદાર પ્રચારક હોય ત્યારે પ્રજાનો અવાજ અને વિરોધ દબાઇ જાય છે. વિશ્વમાં સદ્ભાગ્યે અમેરિકા, બ્રિટન જેવા લોકશાહી દેશોમાં રાજકીય નેતાઓમાં નૈતિકતાના અને પ્રજામાં જુસ્સાભેર પ્રબળ વિરોધનાં દર્શન થાય છે. એક વોટર ગેટ કૌભાંડમાં અમેરિકી પ્રમુખે રાજીનામું ધરી દેવાની ફરજ પડી હતી. કોરોના કાળમાં પ્રતિબંધનાં ફરમાનોનો ભંગ કરી પાર્ટી યોજનાર બ્રિટનના વડાપ્રધાને પણ ઓધ્ધાનો ત્યાગ કરવો પડયો હતો.
આર્થિક દુર્દશામાં પ્રજાને ધકેલનાર બ્રિટનનાં લેડી વડા પ્રધાને માત્ર છ સપ્તાહમાં ઓધ્ધો છોડવો પડયો હતો. કરવેરા ઘટાડવાના સંદર્ભમાં ચૂંટણી દરમિયાન તેમણે લોકોને ખુલ્લે હાથે રેવડી ધરી દીધેલી અને પરિણામે આર્થિક કટોકટી ઉદ્ભવી, વિદેશી મુદ્રા ભંડાર નીચલા સ્તરે પહોંચી ગયો. ત્યાંની સેન્ટ્રલ બેંક પાસેથી જંગી લોન લેવી પડેલી. ભારતના રૂપિયાની જેમ બ્રિટનનો પાઉન્ડ, ડોલરના મુકાબલે તળિયે પહોંચી ગયેલો. દેશી જંગી દેવામાં અને મોંઘવારીમાં ધકેલાઇ ગયો હતો, ઇકોનોમી તબાહ થઇ ગઇ હતી. અંતે શાસનના અલ્પકાળમાં જ રાજીનામું આપવાની નોબત આવી પડી. કોઇ પણ નાગરિકને મફતમાં કશું મળતું હોય તો તે લેવા માટે લલચાય છે, જેનો સીધો લાભ રાજકીય પક્ષો ઉઠાવે છે.
મતદાન તેમની તરફેણમાં વધુ થાય છે. મતદારોએ એ વાત સમજી લેવાની જરૂરત છે કે જે તે સરકારે મતદારો પાસેથી પોતાના શાસનમાં વસુલેલા નાણાં જ મતદારોને પરત આપે છે, માત્ર તેનું મેનેજમેન્ટ જ કરવાનું કામ તેમનું છે. અર્થતંત્ર ખાડે જાય, મોંઘવારી, બેરોજગારી વધે ત્યારે સામાન્ય પ્રજા દુર્દશામાં ધકેલાઇ જાય છે, કાળા નાણાંના સાગરમાં ડૂબેલાઓને તેની ચિંતા રહેતી નથી. આવા બેહાલ થઇ ગયેલા કેટલાક દેશોમાં કયાં તો બળવો ફાટી નીકળે છે, કયાં તો રાજનેતાઓને પદભ્રષ્ટ થઇ દેશમાંથી નાસી જવું પડે છે, કયાં તો હત્યાઓ થાય છે, કારણકે તેઓ કરોડોની દુર્દશા માટેના જવાબદાર હોય છે.
આવી પરિસ્થિતિમાં પ્રજાની દુર્દશાની સાથે જ દેશની પ્રતિષ્ઠા પણ ખરડાય છે. દેશની પ્રજાની સુખાકારી અને સુયોજિત વિકાસ યાત્રામાં કુશળ અર્થશાસ્ત્રી અને નિષ્ઠાવાન, દેશપ્રેમી નાણાં પ્રધાનની ભૂમિકા જ મુખ્ય ગણાય. વૈશ્વિક મંદીમાં પણ પોતાના દેશનું અર્થતંત્ર જાળવી રાખે તે જ સફળ નાણાં પ્રધાન કહેવાય. દેશ પર આવી પડેલી આસમાની સુલતાનીમાં પણ પ્રજાને રાહતમાં રાખે તેવા શાસકો સદ્ભાગ્યે જ મળે છે. કુપાત્ર શાસકો દેશને વિકાસમાર્ગને બદલે વર્ષો પાછળની પછાત સ્થિતિ પર મૂકી દે છે.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી
જુનાં બગડેલાં ડબલ એન્જીન!
જુનાં બગડેલાં ‘ડબલ એન્જીન’ જે સમસ્યાઓ સર્જે છે, તેવી ટ્રબલો આ પ્રમાણે છે. (1) તા. 1-1-2016થી મેડક્લ એલાવન્સ મહિને 1,000/- (એક હજાર) રૂા. ચૂકવાયું નથી, તે ‘એરિયર્સ’ ક્યારે ચૂકવાશે, તે ડબલ એન્જીનની ટ્રબલ છે. (2) કેન્દ્ર સરકારે જુલાઈ 2022થી ચાર ટકા ડી.એ. જાહેર કર્યુ છે, તે ગુજરાત સરકાર ચૂકવી શકતી નથી; (3) જુલાઈ 2022થી ડીસેમ્બર સુધીનું એરિયર્સ ડીસેમ્બર પહેલાં ચૂકવી દેવાની આ સરકારને કોઈજ ગતાગમ નથી; (3) જુલાઈ 2022 થી ડિસેમ્બર સુધીનું એરિયર્સ ડિસેમ્બર પહેલાં ચૂકવી દેવાની આ સરકારને કોઈજ ગતાગમ નથી; (4) પંદર વર્ષોનું જુનું એરિયર્સ પણ જે વર્ષમાં ચૂકવાયું હતું, તે જ વર્ષની આવક ગણીને, ગુ. સરકારે, ઈન્કમટેક્ષ કાપી લીધો હતો. (5) સુપર સિનીયર સિટીઝન પેન્શનર્સની પેન્શનની આવક તથા રોકાણની આવક પરથી, તેમની શારીરિક-માનસિક દશા જોતાં; ‘ઈન્કમટેક્ષ’ નાબૂદ કરવાની કેન્દ્ર સરકારની ગુંજાઈશ નથી !!!
કતારગામ – પ્રા. પૂરૂષોત્તમ પી. પટેલ