મારાં સગાને ત્યા તેનો મિત્ર મળવા આવેલો એક બીજા ના ખબર અંતર .પુછી મહેમાન જવાની તૈયારી માજ હતા ત્યારે મિત્ર એ જમવાનો સમય હોય જમવાનો આગ્રહ કરીને મિત્ર ને જમવા બેસાડયો મિત્ર એ જમતા જમતા રસોઇ કોણે બનાવી તેવુ પુછતા સ્ત્રી ઓ ખુશ થઈ ગઈ ત્યાજ મહેમાન વિવેક ભાન ભુલીને રસોઇ ની ખામી કાઢવા લાગ્યા શાક મા ટેસ્ટ નથી દાળ મોરીછે છે ભાત કાચો છે તેવી રસોઇ માં ખામી બતાવી.
મહેમાન તો જમીને વિદાય થયા પરતું રસોઇ મા ખામી કાઢવા ને કારણે સ્ત્રી ઓનુ માન ઘવાતા ઘરમાં મહાભારત શરૂ થયુ આવા નગુણા માણસ ને જમાડવા ની જરૂર શું હતી વગરે વગેરે આપણે ત્યા સ્ત્રી ઓને ઘરકામ મા તનતોડ મહેનત પડે છે સવાર થી સાંજ સુધી માં કામ કરીને સ્ત્રી ઓ થાકી જતી હોય છે ત્યારે પતિ કામધંધા કં નોકરી કરી કમાઇ ઘરે આવી હુકમ કરતો હોય છે.
જો મહેનત માટે બરોબરી કરવામા આવે તો બન્ને પક્ષે મહેનત સરખી છે પરતું ઇમાનદારીથી કહેવુ પડે કે મહેનત કરવામા પુરૂસો કરતા સ્ત્રી ઓને ભાગે વધુ કામ અને જવાબદારી કાયમની હોયછે.
સંતાનોને સ્કુલે મોકલવા તેનુ લંચ બોક્સ તૈયાર કરવાનુ હોમવર્ક કરાવવાનું ટયુશન પર મોકલવા સુધી ની જવાબદારી સ્ત્રી ઓ નીભાવતી હોય છે છતા અમુક પુરૂષો પોતાની પત્નિ ની ખામી કાઢે ત્યારે કહયાગરી પત્નિ પતી ને પરમેશ્વર માની ને માનભંગ થવા છટા હસ્તે મોઢે અપમાન સુધ્ધા સહન કરી લેતી હોય છે એવા પુરૂષો સ્ત્રી ઓને માન આપતા ક્યારે સીખશે.?.. સુરત – વિજય તુઈવાલા -આલેખમાંપ્રગટથયેલાંવિચારોલેખકનાંપોતાનાછે.