વડોદરા : વડોદરા શહેરના નવાપુરા કહાર મહોલ્લા અને શીતળા માતા મંદિર પાસેના વિસ્તારમાં છેલ્લાં 10 દિવસ ઉપરાંતથી પીવાનું પાણી ઓછું અને ડ્રેનેજ મિશ્રિત આવતું હોવાથી લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે.વિસ્તારમાં સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ કરવા વારંવારની રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિવેડો નહીં આવતા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી ફોન નંબર તેરમાં સમાવેશ વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી આ પૂરતા પ્રેશરથી અને દૂષિત પાણીની બુમરાણો ઉઠી હતી. અનેક વખત રજુઆત સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સભામાં પણ વારંવાર રજૂઆત છતાં પણ આજ દિન સુધી સમસ્યાનો નિવેડો આવ્યો નથી તેવામાં નવાપુરા કહાર મહોલ્લામાં અને શીતળા માતા મંદિર વિસ્તારમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતના સમયથી પીવાનું પાણી કાળું ફીણવાળુ ગંદુ પાણી આવતા વિસ્તારના લોકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે ભર નિંદ્રા માણી રહેલા પાલિકા તંત્રની ઊંઘ ઉડાવવા સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરે વિસ્તારના લોકોને સાથે રાખી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું હતું કે ચૂંટણી વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા મહિનાથી પાણી ઓછા પ્રેશરથી અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવવાથી આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પરેશાન થઈ ગયા છે. તેઓને પીવાનું પાણી વેચાતું લાવવું પડે છે.જે રોજેરોજ પરવળતું નથી.આવા પાણીનો વપરાશ કરીને ઝાડા ઉલટી જેવા રોગોમાં લોકો સપડાયા છે.
આ અંગે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પરિણામ કશું જ આવતું નથી.હવે નાગરિકોની વેદનાને વાચા આપવા અને વહીવટી તંત્ર ને જગાડવા આંદોલન કરવું પડશે. આજે પણ નવાપુરા,કહાર મહોલ્લા અને શીતળા માતા મંદિર વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી લોકોને વિતરિત થયું છે.રોજ નવી નવી જગ્યાની ફરિયાદ આવતી રહે છે.અને તેને અંકુશમાં લાવવાની આવશ્યકતા છે.સામે ચોમાસુ છે.આવા દૂષિત પાણીના કારણે ગંભીર રોગચાળો ન ફાટે તેની તકેદારી લેવા આ વિસ્તારમાં મેડિકલ વાન ફેરવવા,પાણીના સેમ્પલ વધુને વધુ લેવા અને દરરોજ યોગ્ય સુપરવિઝન થાય તે ખૂબજ જરૂરી છે. હવે બોવ થયું રજૂઆતો કરી કરીને થાકી ગયા છે.કોઈ સાંભળતું નથી ત્યારે સોમવારે વિસ્તારના લોકોને સાથે રાખી આંદોલન ગાંધીચીંધ્યા માર્ગે કરીશું તેમ આ વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
એસ.એસ.જી.ના પીડિયાટ્રિક વિભાગમાં પાણી પ્રશ્ને દર્દીઓના સ્વજનોનો હોબાળો
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પણ પાણીના ધાંધિયા સર્જાયા હોય દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં છેલ્લા સાત દિવસથી પીવાનું પાણી નહીં આવતા દર્દીઓના પરિવારજનો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પાણી નહીં મળવાથી નારાજ બનેલા દર્દીઓના કેટલાક સ્વજનોએ આજે હોબાળો મચાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.