વડોદરા: ગત સપ્તાહે દાંડિયા બજાર ખારીવાવ રોડ ઉપર સેનેટાઈઝર ના ગેરકાયદેસર ચાલી રહેલા વિહાન એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં આગ લાગી હતી .થોડા સમય અગાઉ ખંડેરાવ માર્કેટ સામે આવેલી દવાની દુકાનમાં પણ ત્રણ માળ સુધી આગ લાગી હતી. બંને કિસ્સામાં ફાયરના અધિકારીઓ આગમાં ફસાઈ ગયેલા રહીશોને બચાવી લેવામાં આવ્યા હતા. પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કોર્પોરેશન કે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી નથી.શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ગેરકાયદેસર ગોડાઉનમાં આગ ની ઘટના બાદ ફાયર વિભાગ કે પાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કડક કામગીરી કરવામાં આવી નથી. તંત્ર લાગે છે કે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય અથવા ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે કે આંખ આડા કાન કરી દેવામાં આવે છે.
શહેરી વિસ્તારમાં સાંકડી ગલીઓમાં પોળોમાં દવાઓના જથ્થા પર વેપારીઓને ગેરકાયદેસર દુકાનો આવેલા છે. મોટાભાગની દુકાનો ગોડાઉન રહેણાક મિલકતની મંજૂરીમાં જ ધમધમી રહ્યા છે. કોમર્શિયલ રજા ચિઠ્ઠી મળેલ નથી. આ વિસ્તારમાં ચાલતી દુકાનો ગોડાઉનમાં માં દવાઓનો જથ્થો સ્ફોટક પદાર્થો,સિરપ, પાવડર,જવલન્ત પદાર્થ ની દવાઓ, સર્જીકલ આઇટમો, હાઇલી ઇન્ફેમેબલ આઈટમોનો સ્ટોક હોય છે. આજુબાજુમાં રહેતા રહીશો માટે આ દુકાનો ગોડાઉનો જોખમી જાનલેવા થઈ શકે છે. વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 8 ના સંબંધિત અધિકારીઓ, બાંધકામ પરવાનગી ના શાખાના ડે ટીડીઓ, ઇસ્પેક્ટર બાંધકામ પરવાનગી, ફાયર ઓફિસરો વગેરેની જાણકારી સાથે આ મિલકતો ઊભી થઈ છે.મોટાભાગના દુકાનો ગોડાઉનો ફાયર એંનઓસી વગર છે. રહેણાંક મંજૂરીવાળી મિલકતોમાં સ્ફોટક પદાર્થોના જથ્થાબંધ ધંધો થાય છે તે પાલિકાના તમામ સંબંધિત અધિકારીઓ જાણે છે. જીપીઓની પાછળ આવા કેટલાય ગેરકાયદેસર દવાના જથ્થાબંધ વેપારીઓ ગોડાઉનો ધમધમી રહ્યા છે. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની સામે ગેરકાયદેસર બિલ્ડિંગના ઊભી થઈ છે
કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની નથી. મ્યુનિસિપલ કમિશનર, ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર ,ટીડીઓ બાંધકામ પરવાનગી શાખા ,વોરે ઓફિસરોને સાથે રાખીને ફેરણીની કરે તો મંજૂરી વગર ની અનેક જથ્થાબંધ દવાઓની એજન્સીઓ પર્દાફાસ થાય. આવી દુકાને તાત્કાલિક અસરથી સિલ મારસે તેવું ફાયર ઓફિસર જાહેરમાં જણાવ્યું હતું. પરંતુ બધા વિભાગને સાથે રાખીને સંકલન રાખી આવા ગેરકાયદેસર પ્રાણઘાતક ગોડાઉનને સીલ મારવા જોઈએ. ભવિષ્યમાં બીજી વધુ આગ લાગશેતો જવાબદાર કોણ? ફક્ત નિવેદનબાજી કરવાથી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની નથી. ગેરકાયદેસર મિલકતો બાંધકામ પરવાનગી શાખાના કેટલાક ઉચ્ચ અધિકારીઓને ત્યાં સેટીંગ સાથે ઊભી થઈ છે. લાખોનો વહીવટ થયો છે. ફક્ત નોટિસો આપવાનું નાટક થાય છે. થોડા સમય બાદ લાખોની તોડબાજ થાય છે.આ વિસ્તારમાં સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી ગેરકાયદેસર ઊભી થયેલી બિલ્ડિંગોને સિલ મારવા જોઈએ આવી મિલ્કતોને મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.
બાંધકામ પરવાનગી ના ટીડીઓ જીતેશ ત્રિવેદી જણાવ્યું હતું કે આગની ઘટના બાદ વોર્ડમાંથી સર્વે કરવામાં આવ્યો છે આજે એનો રિપોર્ટ મુકવામાં આવશે. જેને ગેરકાયદેસર બાંધકામ કોર્પોરેશનની પરવાનગી વગર કરવામાં આવ્યું હશે તેની સામે પાલિકા ના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હજી સુધી આગ ની ઘટના બાદ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આગામી દિવસમાં કામગીરી કરવામાં આવશે.