Sports

રાહુલ દ્રવિડની સામે ચાહકોમાં નારાજગી

ન તો વ્યૂહરચના કે ન જીતવાનું ઝનૂન જેવો દ્રવિડનો અભિગમ રહ્યાનુ ચાહકોનું તારણ, ઈંગ્લેન્ડ સામેની હાર માટે લોકો કોચ રાહુલ દ્રવિડની ટીકા કરી રહ્યા છે. ભારતીય ટીમના માજી કોચ રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની બેટિંગ શૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને રમતના ચોથા દિવસની બેટિંગ પર તેમનું માનવું છે કે ભારતે ખૂબ જ રક્ષણાત્મક રમત રમી, જેના કારણે યજમાન ઈંગ્લેન્ડને વાપસી કરવાનો મોકો મળ્યો. જ્યારે ટેસ્ટ હાર્યા પછી ટ્વિટર પર રાહુલ દ્રવિડની લોકોએ ખાસ્સી ટીકા કરી હતી.

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની 7 વિકેટથી હાર બાદ ક્રિકેટ ચાહકોએ માજી કોચ રવિ શાસ્ત્રીને યાદ કરવાની સાથે રાહુલ દ્રવિડની ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર રાહુલ દ્રવિડને ખૂબ કોસી રહ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાએ 2021માં ઈંગ્લેન્ડમાં 2-1ની લીડ લીધી ત્યારે કેપ્ટન વિરાટ કોહલી હતો જ્યારે કોચ રવિ શાસ્ત્રી હતો. જ્યારે હાલમાં ટીમનું સુકાન જસપ્રીત બુમરાહ પાસે હતું અને કોચિંગ રાહુલ દ્રવિડ પાસે હતું. કોમેન્ટ્રી દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે રમતના ચોથા દિવસે બેટિંગમાં ટીમ ઈન્ડિયા દ્વારા અપનાવાયેલું સંરક્ષણાત્મક વલણ ખૂબ જ નિરાશાજનક હતું, જેના કારણે ઈંગ્લેન્ડને ટેસ્ટમાં વાપસી કરવાની તક મળી હતી.

ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રન બનાવીને 132 રનની લીડ મેળવી હતી, પરંતુ તેની બીજી ઈનિંગમાં તે માત્ર 245 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જે બાદ ઈંગ્લેન્ડને 378 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને ઇંગ્લેન્ડે ચોથા દિવસે લક્ષ્યાંકનો પીછો કરતા ત્રણ વિકેટ ગુમાવી હતી પણ અંતિમ દિવસે તેમની એકપણ વિકેટ પડી નહોતી અને તેમણે ત્રણ વિકેટના ભોગે જ લક્ષ્યાંક કબજે કરીને મેચ જીતી લીધી હતી. આ ટેસ્ટ હાર્યા પછી રાહુલ દ્રવિડના કોચિંગ પર કટાક્ષ કરતા એક યુઝરે લખ્યું, ‘BCCIએ રવિ શાસ્ત્રીને કોચ પદેથી હટાવીને રાહુલ દ્રવિડને કોચ બનાવ્યો. આ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, એક વ્યક્તિએ રિમોટ ખરીદવા માટે ટીવી વેચી દીધું અને આ એક જ વાક્યથી ક્રિકેટ ચાહકોના મનમાં કેવી લાગણી જન્મી છે તે સમજી શકાય છે.

મોટાભાગના ક્રિકેટ ચાહકોનો મત એવો હતો કે આપણે ચોક્કસપણે ICC ટ્રોફીન જીતી શકવા માટે રવિ શાસ્ત્રીની ટીકા કરી શકીએ છીએ. તેમના કોચિંગ હેઠળ, ભારતીય ટીમ એક પણ ICC ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ તેમના નેતૃત્વમાં બોલરોમાં ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં હરીફ ટીમોને આઉટ કરવાનો આત્મવિશ્વાસ દેખાતો હતો, જે રાહુલ દ્રવિડના કોચિંગકાળમાં જે ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે. વિદેશમાં 379 રનનો ટાર્ગેટ આપ્યા બાદ પણ ભારત હાર્યુ હોવાનું પહેલીવાર જ બન્યું છે.
ઈંગ્લેન્ડ સામે ભારતની રણનીતિ ઘણી શરમજનક હતી એમ કહેવામાં કંઇ ખોટું પણ નથી પાંચ મેચોની આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ 2-1થી આગળ હતી. ગત વર્ષે ભારતીય આ ટેસ્ટ શ્રેણી રમવા ઈંગ્લેન્ડ ગઈ હતી, પરંતુ તે દરમિયાન માત્ર ચાર મેચ જ રમાઈ શકી હતી. કોરોના રોગચાળાના વધતા પ્રકોપને કારણે, છેલ્લી ટેસ્ટ રિશેડ્યૂલ કરવામાં આવી હતી, જે હાલ રમાઇ હતી અને ઈંગ્લેન્ડે આ મેચ જીતીને શ્રેણી 2-2થી બરાબર કરી હતી.

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની 7 વિકેટની હાર બાદ માજી કોચ રવિ શાસ્ત્રીએ ટીમની બેટિંગ શૈલી પર સવાલ ઉઠાવ્યા છે. સ્કાય સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી દરમિયાન, શાસ્ત્રીએ કહ્યું હતું કે રમતના ચોથા દિવસે બેટિંગમાં ટીમ ઈન્ડિયા દ્વારા દર્શાવવામાં આવેલો સંરક્ષણાત્મક અભિગમ ખૂબ જ નિરાશાજનક હતો, જેનાથી ઈંગ્લેન્ડને મેચમાં વાપસી કરવાની તક મળી હતી. ભારતીય ટીમ પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા શાસ્ત્રીએ કહ્યું હતું કે એ ખૂબ જ નિરાશાજનક છે કે ઓછામાં ઓછા પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ ચોક્કસપણે મેચમાંથી બહાર થઈ ગયું હતું પરંતુ ભારતીય ટીમે તેને વાપસી કરવાની તક પુરી પાડી હતી. ‘ભારતીય ટીમે રમતના ચોથા દિવસે ઓછામાં ઓછા બે સેશન સુધી બેટિંગ કરવી જોઈતી હતી પરંતુ મને લાગ્યું કે તેમણે ખૂબ જ રક્ષણાત્મક રીતે રમવાનું શરૂ કર્યું, ખાસ કરીને લંચ બ્રેક પછી, બેટિંગ ખૂબ જ ધીમી હતી અને કોઈ આક્રમકતા નહોતી.

Most Popular

To Top