સીંગવડ: સિંગવડના સંજેલી રોડ પર મેટ્રોલિંક બસનું હબ સાથે ટાયર નીકળી જતા 30 થી 40 મુસાફરોનો આબાદ બચાવ થયો બારીયા થી રંધીપુર થઈને સંજેલી જતી મેટ્રોલિક બસ સંજેલી થી પરત બારીયા જવામાટે નીકળી તેવા સમયે સીંગવડ ના સંજેલી રોડ પર બસની ડ્રાઈવર સાઈડનો ટાયર સાથે હબ નીકળી જતા અંદાજે ૩૦થી ૪૦ મુસાફરોનો બચાવ થયો હતો જ્યારે બસના ટાયર નીકળી ને અંદાજે ૫ ફૂટ જેટલુ દૂર ઊભેલી મોટરસાયકલને અથડાતા મોટરસાયકલ પડતાં તેને નુકસાન થવા પામ્યું હતું આતો મોટરસાયકલ ઊભેલી હતી જો મોટરસાયકલ રનીંગમાં હોતી તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આતો મોટરસાયકલ નુકસાન થયું.
જો ખાલી સાઈડ નું ટાયર નીકળી ગયું હોત તો બસ પલટી મારી જવાનો ભય રહેતો અને તેમાં મુસાફરી કરી રહેલા ૩૦થી ૪૦ મુસાફરોનો જીવ નું શું હતું તે ચર્ચાનો વિષય બનવા પામ્યું છે જો આ બસો ટાઈમથી સર્વિસ થતી હોય છે તો પછી ડ્રમ સાથે ટાયર નીકળી જવું તે ચોક્કસ બતાવે છે કે ખાલી સર્વિસ નો નામ થાય છે આ બારીયા ડેપોની બસ હોય તેમાં આટલી મોટી ખામી સર્જાઈ છે જો આ તો ઘળાવ ચડવા ના લીધે બસ ધીરી કરીને ટેકરો ચડતી હતી જો આ રસ્તામાં રનીંગ મા બસનું ટાયર નીકળ્યું ગયો હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાતી એક ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આ બસો નું સર્વિસ વ્યવસ્થિત થતી હોય તો આવું થવું બહુ ઓછું બને તેમ છે જ્યારે બસોમાં નાના-મોટા મુસાફરો મુસાફરી કરતા હોય છે .