Vadodara

80 ફૂટ ઊંડા કુવામાં પડેલા શ્વાનના 2 બચ્ચાનું રેસ્કયુ

વડોદરા : કરજણ મિયાગામ ખાતે ખેતરની બાજુમાં આવેલ 80 થી 90 ફૂટ ઊંડા કૂવામાં શ્વાનના બચ્ચાં પડી ગયા હતા. જેની જાણ થતાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલીએન્ટર સ્થળ પર દોડી ગયા હતા અને કુવામાંથી બંને બચ્ચાંને સહીસલામત રીતે રેસ્ક્યુ કરી રિલીઝ કરવામાં આવ્યા હતા. વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના મિયાગામ ખાતે એક ખેતર પાસે આવેલ 80 થી 90 ફૂટ ઊંડા કૂવામાં શ્વાનના બે બચ્ચા પડી ગયા હતા.જેનો અવાજ સાંભળી ખેડૂત ગણપતભાઈ પરમાર કુવા ખાતે દોડી ગયા હતા.જોકે કૂવો ખુબજ ઊંડો હોવાથી તેમના દ્વારા બચ્ચાંને બહાર કાઢવા શક્ય ન હોવાથી તેઓએ વડોદરા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી.જેથી તુરત સંસ્થાના કાર્યકર જીગ્નેશ સોલંકી સ્થળ પર દોડી ગયા હતા.અને અંદાજીત એક થી દોઢ કલાકની ભારે જહેમત બાદ શ્વાનના બે બચ્ચાંને સહીસલામત કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.બંને બચ્ચાંને કોઈ ઈજા નહીં પહોંચી હોવાથી તેઓને રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરાની વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા આફત ફસાયેલ અબોલ  પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરીને ઉગારવામાં આવે છે.   ટ્રસ્ટના સભ્યોએ  ખેતર માલિકના ફોન કોલ  મુજબના સ્થળેપહોંચીને  80 ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલાશ્વાનના બે ગલુડિયાને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતાં. બંને ગલુડીયા બહાર નિકળતાની સાથે તેમની માતા પાસે દોડીગયા હતા.

Most Popular

To Top