કાલોલ: તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના ખર્ચે તથા ૨૭ રોડ નું સમારકામ રૂ ૫૭ લાખ ના ખર્ચે કુલ મળીને રૂ ૨૦૨ લાખ ના ખર્ચે કરવામા આવ્યુ હતુ પરંતુ વોર્ડ નંબર ૨ મા લાલ દરવાજા વિસ્તાર પ્રસુતિગૃહ સુધીનો તમામ સીસી રસ્તો તકલાદી મટીરીયલ વાપરવાને કારણે બનાવ્યો ત્યારથીજ રેતી અને કપચી બહાર ડોકિયા કરી રહી છે હલકી કક્ષાનું ગુણવત્તા વગરનો સામાન વાપરવાથી આ રોડ પર સિમેન્ટ ની ડમરીઓ ઉડે છે તે અંગે નો અહેવાલ ગુજરાત મિત્ર મા તા ૧૨/૦૫/૨૧ ના રોજ પ્રકાશીત થતા જ વહિવટી તંત્ર અને કોન્ટ્રાકટર ગાઢ નિંદ્રા માથી સફાળા જાગ્યા અને આ વિસ્તાર નો રોડ નવેસર થી બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આમ ફરી એકવાર સ્થાનિક પ્રશ્નો ને વાચા આપી તંત્ર ની આંખ ઉઘાડવા નું કામ કરતા સ્થાનિકો માં રાહત વ્યાપી છે.