એક સંબંધીએ આખા બંગલાનું રિનોવેશન કરાવી એક સુંદર ઘર બનાવી દીધું. તમામ ફર્નિચર, રૂમ, દાદર, બારી-બારણાં, પડદા..ટૂંકમાં સંપૂર્ણપણે ફેરફાર કર્યા. ઘરની આજુબાજુ સુંદર બગીચો, તેમાં હિંચકો, ફૂલછોડ, ફુવારો અને લીલુંછમ ઘાસ. મન તરબતર થઈ જાય અને રહેવાનું મન થઈ જાય. સમગ્ર શાંતિ. માનવજીવનમાં પણ થોડાંક રિનોવેશન કરીએ તો જીવન વધુ જીવંત બને. અંત સુધી જીવંત રહેવા વિધાયક દૃષ્ટિકોણ રાખીને જો જાગૃતિ કેળવીએ તો પરિવર્તનનો પણ આનંદ મળી શકે. બીજાને આનંદિત કરી શકાય.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.