સુરત તેના વ્યકિત વિશેષોથી હંમેશા શોભતુ રહ્યું છે. પછી તે મલેક ગોપી હોય કે નર્મદ, સુરતનો ઇતિહાસમાં જેમ જેમ વખત વિતતો જાય છે તેમ નિસ્વાર્થભાવે તેના સંસ્કાર અને શિક્ષણમાં પ્રદાન કરનારાઓ આવતા જ રહે છે. એમાના કેટલાકને સુરત શહેર કાયમ માટે યાદ રાખે છે. કેટલાકનું અર્પણ મહત્ત્વનું હોવા છતાં નાગરીકોની પેઢી બદલાય છે તેમ વિસ્મરણ થતું જાય છે. આવા કેટલાક મહાનુભાવોમાં સ્વ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રિન્સીપાલ જે.ટી. પરીખ, પ્રિન્સીપાલ કુંજ વિહારી મહેતા જેવા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજો ઉપરાંત પોતાની શક્તિ મુજબ જુદા જુદા ક્ષેત્રમાં અર્પણ કરનાર મહાનું ભાવોનો ફાળો પણ નજર બહાર રહેવો ન જોઇએ.
આવા મહાનુભાવોમાં સરસ નામ યાદ આવતા હોય તેવા નાથુભાઇ પહાડે, દોડવીર ઝીણાભાઇ નાવીક સુરતના ઇતિહાસના એક અનોખા સંગ્રાહક દાસ બહાદુર વાઇવાલા, જેવા સજ્જનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રની સફળતા પદવીની મોહતાજ નથી એવું પૂરવાર કરનાર અને માત્ર ચાર ચોપડી ભણીને પણ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર રતિલાલ અનિલ જેવા ઘર દિવડા સુરતની કદરના ઓશિયાળા નથી. સુરત એમને ભૂલીને કૃતદન ન બની શકે. સુરત મહાનગરપાલિકાના અને રાજ્ય સરકારના સૂત્રધારો શિક્ષણ અને સંસકારની જયોત લઇ ચાલવામાં અગ્રેસર રહે છે. એ તેમની પાસેથી આપણે આવી અપેક્ષા જરૂર રાખી શકીએ.
સુરત – ધનસુખભાઇ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારી હોસ્પિટલોમાં દવાઓની તંગી કેમ?
ગુજરાતમાં સરકારી મેડીકલ કોલેજો, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલો ખાતે દર્દીઓને જરૂરી દવાઓ મળતી નથી અને દવાઓની જરૂરીયાત સાથે 80 ટકા જેટલો પુરવઠો સપ્લાય જ થતો નથી. જેના વિપરીત પરીણામ સ્વરૂપ ફાર્માસિસ્ટોને શરમજનક સ્થિતિમાં મુકાવાની સાથે દર્દીઓમાં સગાઓનો રોષનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ કેમ ઉભી થઇ તે માટે ગાંધીનગર ગુજરાત મેડીકલ સવિસિઝર કોર્પોરેશન લીટેડના એમડી સમક્ષ ગુજરાત ફાર્માસિસ્ટ મંડળે જોરદાર રજૂઆત કરી હતી. અને વિશેષ કરીને દેશ અને રાજ્યોમાં ડાયાબીટીસ અને માનસિક રોગીના દર્દીઓની સંખ્યા નિરંતર વધી રહી છે જે ખૂબજ ચિંતાનો વિષય છે તેની જ દવાઓ પુરતા પ્રમાણમાં સપ્લાય થતી નથી. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે દવાઓ પુરતા સ્ટોક મળી રહે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો !
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.