Columns

જાત પર ભરોસો

એક યુવાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો .નામ પ્રણવ …..ઘણો હોશિયાર હતો ….ભણતા ભણતા ઘણા કામ કરે …પ્રયોગો કરે ..પૈસા કમાવાની નવી નવી રીતો શોધે.પ્રણવને એક વિચાર આવ્યો ..તેને પ્રોજેક્ટ માટે જે મશીન બનાવ્યું હતું જે કસરત કરવામાં અને કપડાં વાસણ જેવા ઘરના કામ કરવામાં પણ મદદ કરે..તે મશીનનું મોટા પાયે ઉત્પાદન કરી બજારમાં વેચવું.

પ્રણવના પિતા મોટા વેપારી હતા તેમને પોતાના નિર્ણયો પર અને પોતાની આવડત અને સફળતા પર ગર્વ હતો.પ્રણવે તેમની પાસે વાત મૂકી અને થોડા પૈસા માંગ્યા…વેપારી પિતાના અંદરનું અભિમાન બોલ્યું. ‘પ્રોજેક્ટ માટે તારો વિચાર સારો છે..પણ વેપાર માટે નહિ આવા મશીનનું વેચાણ થવું શક્ય જ નથી.તારા મશીનના ઉપયોગમાં તો હાથેથી કામ કરવા કરતા વધારે મહેનત છે તે કોણ કરે??’ તેમને પૈસા આપવાની ના પાડી.

પ્રણવ તેના દાદા પાસે ગયો ..દાદા અનુભવી હતા…તેમને પ્રણવની વાત સાંભળી ..બરાબર સમજી પછી બોલ્યા, ‘દીકરા તારો વિચાર સારો છે..પણ આ મશીનનો વેપાર થાય પણ ખરો અને ન પણ થાય…કોઈ ચોક્કસ સો ટકા સફળતાની બાહેધરી નથી એટલે આ વેપારમાં જોખમ તો છે અને મારો અનુભવ તને આંધળું જોખમ લેવાની ના પાડે છે.’ 

પ્રણવ તેના મિત્ર પાસે ગયો..અને બધી વાત કરી અને કહ્યું, ‘ચાલ, આપણે બંને મળીને આ મશીનના ઉત્પાદનનું કામ શરુ કરીએ….’ મિત્રએ ન જોડવા માટેના કારણો બતાવતા કહ્યું, ‘આપણે હજી વેપાર માટે નાના છીએ…હજી ભણવાનું પૂરું કરવાનું બાકી છે..હમણાથી આ વેપાર ધંધાની વાતોનો કોઈ અર્થ નથી.અત્યારે આ વતો નકામી છે બે/ત્રણ  વર્ષ પછી વિચારશું.’

બધા સાથે વાતો કાર્ય બાદ પ્રણવ થોડો નાસીપાસ થયો ..પણ નિરાશ કે હતાશ થયો ન હતો…તેણે રાત્રે બેસીને વિચાર કર્યો….આખી રાત જાગીને પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કર્યો…ઓછામાં ઓછા કેટલા પૈસામાં કામ શરુ કરી શકાય તેની રૂપ રેખા તૈયાર કરી….પોતાની પિગી બેંક …અને બેન્કના બચત ખાતાંમાં કેટલા પૈસા છે તે બધું ચકાસ્યું……

પછી ફરી પછી બધાની વાતો વિચારતા…..વિચારતા તે હાથમાં કોફીનો મગ લઇ શું કરવું તે વિચારી રહ્યો ત્યારે તેના દિલમાંથી એક નાનો અવાજ આવ્યો કે, ‘એક પ્રયત્ન તો કરી લઉં …’ બસ પ્રણવે તે અવાજ સાંભળી નિર્ણય લઇ લીધો અને જાત પર ભરોસો કરી ..દિલની વાત સાંભળી કામ શરુ કરી દીધું……ધીમે ધીમે તેને સફળતા મળી.

       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top