Gujarat

પાટણમાં વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટને કારણે 2 પક્ષો વચ્ચે અથડામણ, 2 દિવસથી વાતવરણ તંગ

પાટણ: ગુજરાતમાં (Gujarat) વિવાદિત ધાર્મિક પોસ્ટને (Religious post) કારણે બે પક્ષો વચ્ચે હિંસાના (Violence) સમાચાર સામે આવ્યા છે. આ મામલો પાટણના (Patan) બાલીસણા ગામનો છે જ્યાં ગઈકાલે રાત્રે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને 7 જેટલા લોકો ઘાયલ (Injured) થયા હતા. ઘાયલોને ધારપુર અને સિવિલ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. વિવાદાસ્પદ પોસ્ટના કારણે ગામમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ તંગ હતું જેના કારણે આગેવાનોની બેઠક પણ યોજાઈ હતી.

વિવાદ ઉકેલવા માટે બંને પક્ષો મળ્યા અને પછી મામલો વધુ વણસી ગયો
બે દિવસથી ગામમાં કોમી આતંકના માહોલ વચ્ચે પોલીસ એલર્ટ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષો ગઈકાલે રાત્રે વિવાદના સમાધાન માટે મળ્યા હતા અને અચાનક મામલો વધુ તંગ થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી. હાલ પોલીસે ગામમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. રાત્રે જ જ્યારે સ્થિતી વણસી હતી ત્યારે પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી.

છેલ્લા 2 દિવસથી આ વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો
આ અંગે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બાલીસણાના સોશિયલ ગ્રૂપમાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવામાં આવી હતી અને છેલ્લા 2 દિવસથી આ વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

સોનાની દાણચોરીમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના દંપતીની ધરપકડ કરી લીધી
અમદાવાદ: અમદાવાદમાંથી તાજેતરમાં 45 લાખ રોકડા તથા દાણચોરીના સોનાના 546 ગ્રામ સોનાની પટ્ટી, બે આઈફોન તેમના દુબઈનું ચલણ નાણું દિરહામ મળી કુલ 80 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કર્યા બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક દંપતીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જીગ્નેશ રાઠોડ તથા તેની પત્ની શીલાની પણ ધરપકડ કરી લીધી છે.

આ બન્નેને અમદાવાદના ઝવેરીએ દુબઈ સોનું લેવા મોકલ્યા હતા. તેઓને સોનું લઈને આવવા માટેની એક ટ્રીપના 25 હજાર પણ નક્કી કરાયા હતા. તેઓ દુબઈથી મુંબઈ આવ્યા હતા. ત્યાર બાદ મુંબઈથી સુરત ટ્રેનમાં આવ્યા હતા. તે પછી તેઓ સુરતથી વોલ્વો બસમાં અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં ઝવેરીએ સોનાની દાણચોરી માટે દુબઈની એક ટ્રીપના નાણાં આપવાની આનાકાની કરતાં સમગ્ર વિવાધ પેદા થયો હતો. જેના પગલે પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી હતી. અગાઉ આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓ જયેશ સોની તથા કેતન સોનીની પણ ધરપકડ કરી લીધી હતી.

Most Popular

To Top