Gujarat

અમદાવાદ મનપામાં 8 સહિત રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 8 કેસ સાથે નવા 36 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 44 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ મનપામાં 8, અમદાવાદ ગ્રામ્યમાં 1, ગાંધીનગર મનપામાં 1, જામનગર ગ્રામ્યમાં 2, જામનગર મનપામાં 1, કચ્છમાં 2, મહેસાણામાં 1,નર્મદામાં 1,રાજકોટ મનપામાં 2, સાબરકાંઠામાં 2, સુરત મનપામાં 4, વડોદરા મનપામાં 7, વલસાડમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં 232 એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓ સંખ્યા 4 છે અને 319 દર્દી સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 6 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ અને 2,212ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 11,808ને પ્રથમ ડોઝ અને 95,610ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 35,728ને પ્રથમ ડોઝ અને 2,65,099ને બીજો ડોઝ મળી આજે કુલ 4,10,463 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,69,79,814 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top